હળવદના ઢવાણા પાસે ડિવાઈડર સાથે કાર અથડાતા અમદાવાદનાં દંપતીનું ઘટના સ્થળે જ મોત: એકને ઇજા
SHARE
![News Image](https://morbitoday.com/assets/blog/1626237582.webp)
![](https://morbitoday.com/assets/images/advertisement/1732078089.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1731358188.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1726036900.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1735991009.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1736172568.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1738168550.png)
હળવદના ઢવાણા પાસે ડિવાઈડર સાથે કાર અથડાતા અમદાવાદનાં દંપતીનું ઘટના સ્થળે જ મોત: એકને ઇજા
બળદેવ ભરવાડ દ્વારા, હળવદ તાલુકાના ઢવાણા ગામ પાસે ડિવાઈડર સાથે કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો અને ત્યારે કારમાં બેઠેલ ત્રણ વ્યક્તિઓ પૈકી બેના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા અને એકને ઇજા થતાં તેને હળવદમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખાતે રીફર કરવામાં આવેલ છે આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે અકસ્માતનાં બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરે છે
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ઢવાણા ગામ પાસેથી વહેલી સવારે કાર પસાર થઈ રહી હતી ત્યારે ડીવાઈડર સાથે કાર અથડાઈ હતી જેથી કરીને જીવલેણ અકસ્માત સર્જાયો હતો અને કારમાં બેઠેલા ત્રણ વ્યક્તિઓમાંથી અમદાવાદના એક દંપતિનું મોત નિપજ્યુ છે જ્યારે એક વ્યક્તિને ઇજાઓ થઇ હોવાથી તેને સારવાર માટે છે વધુમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે જે બે વ્યક્તિઓના મૃત્યુ નીપજયા છે તેમાં શામજીભાઈ માવજીભાઈ રાંક (ઉંમર ૫૫) અને તેના પત્ની જીલુબેન શામજીભાઈ રાંક (ઉમર ૪૭) રહે. બન્ને અમદાવાદ વાળાનો સમાવેશ થાય છે જોકે અનિરુદ્ધભાઈ હીરાભાઈ ડોડીયા (ઉંમર ૨૮) રહે. ભલગામડા વાળાને ઇજાઓ થઇ હોવાથી પ્રથમ સારવાર હળવદ ખાતે આપવામાં આવી હતી અને ત્યાંથી વધુ સારવાર માટે તેઓને સુરેન્દ્રનગર જિલ્લામાં ખસેડવામાં આવેલ છે. આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પીએસઆઇ પનારા સહિતનો કાફલો સ્થળ ઉપર પહોંચી ગયો હતો અને અકસ્માત સર્જાયેલ વાહનને રોડની સાઈડમાં ખસેડીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે
પાંચ બોટલ દારૂ
ટંકારા તાલુકાના ખાખરા ગામે રહેણાંક મકાનમાં દારૂ હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે પ્રાથમિક શાળાની પાછળના ભાગમાં રહેતા પ્રફુલભાઈ ચનાભાઈ અઘારીયાના રહેણાંક મકાનની અંદર દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે તેના ઘરમાંથી દારૂની પાંચ બોટલ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે હાલમાં એક હજાર રૂપિયાની કિંમતનો દારૂ કબજે કરેલ છે જો કે આરોપી પ્રફુલ ચનાભાઈ ઘરમાં હાજર ન હોવાથી તેને પકડવા માટે થઈને ટંકારા પોલીસે તજવીજ શરૂ કરે છે
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”
![](https://morbitoday.com/assets/images/advertisement/1735652558.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1722835068.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1737124052.jpg)