મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

હળવદના કીડી ગામે જૂની અદાવતનો ખાર રાખીને વૃદ્ધને મહિલા સહિત ત્રણ વ્યક્તિએ માર માર્યો


SHARE









હળવદના કીડી ગામે જૂની અદાવતનો ખાર રાખીને વૃદ્ધને મહિલા સહિત ત્રણ વ્યક્તિએ માર માર્યો

હળવદના કીડી ગામે જૂની અદાવતનો ખાર રાખી વૃદ્ધને મહિલા સહિત ત્રણ વ્યક્તિએ માર માર્યો હતો જેથી કરીને ઇજા પામેલા વૃદ્ધએ સારવાર લીધે બાદ તેને હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

હળવદના કીડી ગામે રહેતા ભુદરભાઇ પોપટભાઇ દલસાણીયાએ હાલમાં સતાભાઇ વેલાભાઇ મુંધવા, વિપુલભાઇ સતાભાઇ મુંધવા અને મુડીબેન સતાભાઇ મુંધવા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેના જણાવ્યુ છે કે, તેની વાડી તથા સાતાભાઇની વાડી એક સેઢે આવેલ છે અને તે વાડીના રસ્તા બાબતે અગાઉ બોલાચાલી થઈ હતી અને સાતાભાઇએ તેમની સાથે ઝઘડો કરી માર માર્યો હતો. જો કે, ત્યાર બાદ સમાધાન થઈ ગયું હતું પરંતુ ગઈકાલે સાંજના સમયે ભુદરભાઇ બાઈક લઈને વાડીના મજુરો માટે કરીયાણું લેવા જતાં હતા ત્યારે સતાભાઇના દીકરા વિપુલએ તેને ધકકો મારીને પછાડી દીધા હતા. બાદમાં ઢીકા પાટુનો માર મારીને ગાળો આપી હતી અને ત્યારે ગામના માજી સરપંચ પ્રેમજીભાઇ ચતુરભાઇ ઉધરેજા ત્યાં આવ્યા હતા અને ભુદરભાઈને બચવાયા હતા જો કે, વિપુલે જતાં સમયે એવું કહ્યું હતું કે, “આજ તો ડોસા તું બચી ગયો નહીતર તને જાનથી મારી નાખીશ' તેવી ધમકી આપી હતી ત્યાર બાદ સાતાભાઈને રજૂઆત કરવા માટે ગયા હતા ત્યારે સાતાભાઈની પત્ની મુડીબેન એકદમ ઉશ્કેરાય ગયા હતા અને ભુદરભાઈ સાથે ઝપાઝપી કરીને ગાળો આપી હતી. જેથી હાલમાં ભુદરભાઇ પોપટભાઇ દલસાણીયાએ મહિલ સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News