મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

હળવદની સરા ચોકડીએ ફટાકડાના સ્ટોલ બાબતે માથાકૂટમાં ફાયરિંગ:  સાત શખ્સો સામે નોંધાયો ગુનો


SHARE









હળવદની સરા ચોકડીએ ફટાકડાના સ્ટોલ બાબતે માથાકૂટમાં ફાયરિંગ:  સાત શખ્સો સામે નોંધાયો ગુનો

મોરબી જિલ્લાના હળવદમાં સરા ચોકડીએ ફટાકડાના સ્ટોલ મામલે બે જૂથ વચ્ચે માથાકૂટ થઈ હતી ત્યારે હવામાં બે રાઉન્ડ ફાયરિંગ પણ કરવામાં આવ્યા હતા જેથી કરીને તાત્કાલિક હળવદ પોલીસે ઘટના સ્થળે પહોચી હતી જો કે, માથાકૂટ બાદ બંને જૂથના શખ્સો ત્યાંથી નાશી ગયા હતા જેથી કરીને હાલમાં હળવદના પીએસઆર દ્વારા સેટ શખ્સોની સામે આર્મ્સ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરવામાં આવેલ છે

બનાવ જાણવા મળતી વિગત મુજબ હળવદની સરા ચોકડી નજીક દર વર્ષે દિવાળી પહેલા ફટાકડાના સિઝન સ્ટોલ રાખવામા આવતા હોય છે આવી જ રીતે આગામી દિવાળીને ધ્યાનમાં રાખીને ફટાકડાના સ્ટોલ નાખવાની કામગીરી દરમાયન બે જૂથ વચ્ચે માથાકૂટ થયેલ હતી અને ગત રાતે સાડા નવથી પોણા દસેક વાગ્યાના અરસામાં સરા ચોકડી પાસે માથાકૂટ થયેલ હતી જેમાં સરાજાહેર બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા હતા જેથી લોકોમાં નાશભાગ મચી ગયેલ હતી અને આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવતાની સાથે જ અધિકારીઓ  સહિતનો કાફલો સ્થળ ઉપર આવી ગયો હતો જો કે, સ્ટોલ બાબતે માથાકૂટ કરનારા શખ્સો ત્યાંથી નાશી ગયા હતા

ત્યાર બાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશને પીએસઆઈ કે.એન.જેઠવા દ્વારા આર્મ્સ એટ્ક સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, સરા ચોકડીએ ફટાકડાના સ્ટોલ બાબતે દિલીપસિંહ અને પંકજ ગોઠી વચ્ચે માથાકુટ હતી અને ત્યાર દિલીપસિંહ અને સિદ્ધરાજસિંહ સરા ચોકડી પાસે આવેલ અટલ બિહારી બાજપાય પાર્ક પાસે હતા ત્યારે પંકજ ચમનભાઈ ગોઠી તેનો ભાઈ ધર્મેન્દ્ર ઉર્ફે ધમો ચમનભાઈ ગોઠી, મેહુલ રામણીકભાઈ ગોઠી, મેરો ઉર્ફે મેરિયો પ્રેમજીભાઈ દલવાડી, ગૌતમ ઉર્ફે ગોવલો જયંતિભાઈ ગોઠી એસયુવી કારમાં આવ્યા હતા અને તેની પાસે તલવાર, ધોકા અને ધારિયા જેવા હથિયાર સાથે આવ્યા હતા અને દિલીપસિંહ તેમજ સિદ્ધરાજસિંહ પાસે પણ તલવાર જેવા હથિયાર હતા ત્યારે ઉગ્ર બોલચલી થયેલ હતી અને બાદમાં પંકજ ગોઠી તેની પાસે રહેલ દેશી બનાવટના હથિયારમાંથી બે રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા હાલમાં પોલીસે સાતેય શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા તજવીજ શરૂ કરેલ છે




Latest News