મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબીમાં “તમારી પત્નીને છુટાછેડા માટે તમારે પૈસા આપવા પડશે” તેવું કહીને યુવાનને ધોકા વડે માર માર્યો


SHARE









મોરબીમાં “તમારી પત્નીને છુટાછેડા માટે તમારે પૈસા આપવા પડશે” તેવું કહીને યુવાનને ધોકા વડે માર માર્યો

મોરબીમાં એલ.ઈ.કોલેજની બોયઝ હોસ્ટેલના કેમ્પસમા ન્યુ હીલ હોસ્ટેલની બાજુમા રહેતા યુવાનને તેની પત્ની સાથે છૂટાછેડા બાબતે કોર્ટમા કેસ ચાલી રહ્યો છે દરમ્યાન હોસ્ટેલના કેમ્પસમા સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવત શખ્સે “તમારી પત્નીને છુટાછેડા માટે તમારે પૈસા આપવા પડશે” તેવું કહીને ગાળો આપી હતી ત્યાર બાદ ઢીકાપાટુનો અને ધોકા વડે માર માર્યો હતો જેથી ઇજા પામેલા યુવાને સારવાર લીધા બાદ મોરબી બી ડિવિઝ્ન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં એલ.ઈ.કોલેજની બોયઝ હોસ્ટેલના કેમ્પસમા ન્યુ હીલ હોસ્ટેલની બાજુમા રહેતા ઘનશ્યામસિંહ સરદારસિંહ ઝાલા જાતે દરબાર (૪૪)એ મજબુતસિંહ દિલુભા રાઠોડ રહે. મયુર સોસાયટી મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, એલ.ઈ.કોલેજ બોયઝ હોસ્ટેલના ગેટ પાસે તે હતા ત્યારે આરોપી તેની પાસે આવ્યો હતો અને “તમારી પત્નીને છુટાછેડા માટે તમારે પૈસા આપવા પડશે” તેમ કહી આરોપીએ ફરિયાદી યુવાનને ગાળો આપી હતી ત્યારે ગાળો આપવાની ના પાડતા આરોપી ઉશકેરાઇ ગયો હતો અને લાકડા ધોકાથી યુવાનને બંને પગમા તથા ડાબા ખંભાના ભાગે માર માર્યો હતો અને ઢીકાપાટુનો માર મારીને ઈજાઓ કરી હતી જેથી કરીને ઇજા પામેલા યુવાનને સારવારમાં ખસેડાયો હતો અને ત્યાર બાદ યુવાને મોરબી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇપીસી કલમ ૩૨૩, ૩૨૫, ૫૦૪ તથા જી.પી.એકટ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે 




Latest News