મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબીની ૧૧ શાળાઓમાં જી.પી.એસ.સી.ની પરીક્ષા સંદર્ભે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું


SHARE









મોરબીની ૧૧ શાળાઓમાં જી.પી.એસ.સી.ની પરીક્ષા સંદર્ભે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર, વર્ગ-૩ની પરીક્ષા આગામી તા. ૧૬/૧૦ ના લેવાનાર છે ત્યારે અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ, એન.કે.મુછાર દ્વારા પરીક્ષા કેન્દ્રના સ્થળ તથા તેની આજુબાજુના વિસ્તારમાં સલામતીની વ્યવસ્થા ગોઠવવા જાહેરનામુ બહાર પાડ્યું છે.

જાહેરનામા અનુસાર મોરબી ખાતે નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર, વર્ગ-૩ની જગ્યાઓ પર ભરતી માટે પ્રિલિમિનરી પરીક્ષા માટે જાહેર કરવામાં આવેલ પરીક્ષા કેન્દ્રોની આસપાસના ૧૦૦ મીટર (સો મીટર) ના વિસ્તારમાં તા.૧૬/૧૦ રવિવારના રોજ પરીક્ષા સમય ૧૧:૦૦ થી ૦૧:૦૦ કલાક સુધી ચાર કરતાં વધુ વ્યકિતઓએ એકત્રીત થવું નહી અથવા કોઈ સભા ભરવી નહી કે કોઈ સરઘસ કાઢવું નહીં તેમજ પરીક્ષા સ્થળે મોબાઈલ ફોન, લેપટોપ, ટેબ્લેટ, કેલ્કયુલેટર વાળી ઘડીયાળ તેમજ કોઈપણ પ્રકારના ઈલેકટ્રોનીકસ ઉપકરણો લઈ જવા નહી તેમજ નિર્દીષ્ટ વિસ્તારની આસપાસ ઝેરોક્ષ અથવા લીથો કે અન્ય કોઈ રીતે પરીક્ષા કાર્યમાં ગેરરીતિ કરવા કોપીંગ વગેરે ગેરકાયદેસર કૃત્ય કરવા પર નિયંત્રણ લાદવામાં આવ્યા છે.

નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ-૩ની જગ્યાઓ માટેની પ્રિલિમિનરી પરીક્ષા મોરબી એસ.વી.પી કન્યા વિદ્યાલય, નવા બસ સ્ટેશન પાછળ, કન્યા છાત્રાલય કેમ્પસ, શ્રી ડી.જે.પટેલ કન્યા વિદ્યાલય, નવા બસ સ્ટેશન પાછળ, કન્યા છાત્રાલય કેમ્પસ, ન્યુ ઓમ શાંતિ ઇંગ્લિશ મિડીયમ વિદ્યાલય, સરદાર બાગ સામે, શનાળા, નવયુગ વિદ્યાલય, નવા બસ સ્ટેશન પાછળ, શનાળા રોડ, ધી વી.સી.ટેક હાઇસ્કુલ, વી.સી.ફાટક પાસે, નિલકંઠ વિદ્યાલય, રવાપર રોડ, નિર્મળ વિદ્યાલય, શિવપાર્ક સોસાયટી, રવાપર કેનાલ રોડ, કિષ્‍ના સ્‍કૂલ, રવાપર ધુનડા રોડ, સાર્થક વિદ્યાલય, એલ.ઈ.કોલેજ રોડ, કેશર બાગ સામે, ઉમા વિદ્યા સંકલ, ઉમા ટાઉનશીપ, ધરમપુર રોડ, સર્કિટ હાઉસ પાસે, સેન્‍ટ મેરી સ્‍કુલ, નવલખી રોડ, મોરબી સહિતના સ્થાનો પર લેવામાં આવશે જ્યાં ઉપરોક્ત જાહેરનામાનું પાલન કરવાનું રહેશે




Latest News