હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત
Breaking news
Morbi Today

હળવદના સૂર્યનગરમાં પ્રથમ વખત વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો


SHARE







હળવદના સૂર્યનગરમાં પ્રથમ વખત વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો

હળવદ-સિદ્ધનાથ યુવા ગ્રુપ સૂર્યનગર આયોજિત સતવારા સમાજનો પ્રથમ ઇનામ વિતરણ યોજાઈ ગયો. જેની શરૂઆત સુંદર પ્રાર્થનાથી થઈ ત્યાર બાદ ગામના વડીલો, સમાજ શ્રેષ્ઠીઓના હસ્તે દીપ પ્રાગટય કરી સમગ્ર કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો ત્યારે બાદ આવેલ મહેમાનનોનું ગામની બાળાઓ દ્વારા સુંદર સ્વાગત ગીત રજૂ કરી તથા કમિટી મેમ્બરના હસ્તે હાર પહેરાવી સ્વગત કરાયું હતું.

ત્યાર બાદ ધોરણ ૧ થી ૫ માં અભ્યાસ કરતા તમામ બાળકોને દાતાઓના હસ્તે પ્રોત્સાહક ઇનામ અર્પણ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ ગત વર્ષે ધો. ૫  થી ડિગ્રી સુધીમાં જેઓએ સારા માર્ક્સ મેળવ્યા હતા એવા ટોપ થ્રી બાળકોને શિલ્ડ,પ્રમાણપત્ર,શૈક્ષણિક કિટ, બેગ, પેડ, ફુલસ્કેપ, પેન, કેલ્ક્યુલેટર વગેરે આપી દાતાઓના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે બાદ ગામના દીકરા,દીકરિયો દ્વારા સુંદર સાંસ્કૃતિક ગીતો અને મોટિવેશન સ્પીચો રજૂ થઈ હતી ત્યારે બાદ સૂર્યનગર ગામના ૧૨ જેટલા ક્લાસ થ્રી અને ક્લાસ ટૂ સરકારી કર્મચારીને સન્માનપત્ર આપી સન્માનિત કરાયા હતા ત્યારે બાદ ગામના 8 ગ્રામજનોને વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિઓ અને  સેવાઓ કરનારને સાલ ઓઢાળી સન્માનિત કરવામાં આવ્યા હતા અંતે આભાર વિધિ કરીને કાર્યક્રમને પૂર્ણ જાહેર કરાયો હતો ત્યાર સૌ સાથે મળી નાસ્તો કરી છુટા પડ્યા હતા.






Latest News