મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા ગામે પાડોશીના ખેતરમાં પાણી જતાં ખેડૂત અને તેના ભાભી ઉપર ચાર શખ્સોએ કર્યો છોરીયા વડે હુમલો


SHARE









હળવદના ચરાડવા ગામે પાડોશીના ખેતરમાં પાણી જતાં ખેડૂત અને તેના ભાભી ઉપર ચાર શખ્સોએ કર્યો છોરીયા વડે હુમલો

હળવદ તાલુકાના ચરડવા ગામે ખેડૂતના ખેતરમાંથી નીકળેલ પાણી પાડોશી ખેડૂતના ખેતરમાં જતા તે બાબતે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ ગાળો આપને સોરીયા વડે હુમલો કરવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ઈજા પામેલ ખેડૂત અને તેના ભાભીને સારવારમાં લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના ચરડવા ગામે ગુરુકુળની પાછળના ભાગમાં રહેતા પ્રવીણભાઈ પ્રભુભાઈ સોનગ્રા જાતે દલવાડી (૩૫) એ હાલમાં ગોપાલભાઈ ઉકાભાઇ દલવાડી, ઉકાભાઇ ગંગારામભાઈ દલવાડી, કેશવજીભાઈ નરશીભાઈ દલવાડી અને મોતીલાલ નરશીભાઈ દલવાડી રહે. બધા ચરાડવા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેઓનું ખેતર આરોપી ગોપાલભાઈ ઉકાભાઇના ખેતરની બાજુમાં આવેલ છે અને તેના ખેતરનું પાણી આરોપી ગોપાલભાઈના ખેતરમાં જતા તેને સારું લાગ્યું ન હતું અને તે બાબતે આરોપીઓએ પ્રવીણભાઈને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને કેશવજી નરશીભાઈ, ઉકાભાઇ ગંગારામભાઈ અને ગોપાલભાઈએ સોરીયા વડે પ્રવીણભાઈ તથા અનસોયાબેન ઉપર હુમલો કર્યો હતો અને તેઓને માર મારીને ઇજા કરી હતી જેથી ઇજાગ્રસ્ત પ્રવીણભાઈ અને તેના ભાભી અનસુયાબેનને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ પ્રવીણભાઈ સોનાગ્રાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News