મોરબી મત્સ્યૌદ્યોગ વિભાગના અધિક્ષક કોન્ટ્રાકટર પાસેથી 50 હજારની લાંચ લેતા રાજકોટમાં પકડાયા મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબીના લાલપર ગામેથી યુવાન ૧૦ દિવસથી ગુમ, શોધખોળ શરૂ મોરબી નજીકથી 15 ઘેટા બકરા લઈ જતી બોલેરો ગાડી સાથે બે શખ્સની ધરપકડ: 5.45 લાખનો મુદામાલ કબ્જે મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા
Breaking news
Morbi Today

વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી બે પીસ્તોલ-પાંચ જીવતા કાર્ટીસ સાથે એક શખ્સ ઝડપાયો.


SHARE







વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી બે પીસ્તોલ-પાંચ જીવતા કાર્ટીસ સાથે એક શખ્સ ઝડપાયો.

મોરબી જિલ્લા એસઓજીની ટિમ દ્વારા જિલ્લાના જુદાજુદા વિસ્તારમાંથી ગેરકાયદે હથિયાર સાથે શખ્સોને પકડવામાં આવી રહ્યા છે તેવામાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાંકાનેર બાઉન્ડ્રી પાસે વાંકાનેર તરફના ઓવર બ્રિજ નીચે જવાના રસ્તા ઉપર એક શખ્સને ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દેશી હાથ બનાવટની બે પીસ્તોલ અને ૫ જીવતા કાર્ટીસ મળી આવ્યા હતા જેથી મોરબી એસ.ઓ.જી.ની ટીમ તેને પકડીને તેની  સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરેલ છે. 

મોરબી જિલ્લા એસઓજીના  ઇન્ચાર્જ પીઆઈ એમ.પી.પંડ્યાની સૂચના મુજબા એસ.ઓ.જી.ની ટીમ કામ કરી રહી છે ત્યારે પીએસઆઈ એમ.એસ.અંસારી સહિતની ટીમ વાંકાનેર તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે મળેલ બાતમી આધારે વાંકાનેર બાઉન્ડ્રીએ નેશનલ હાઇવે રોડના ઓવરબ્રિજ નીચે વાંકાનેર તરફના ઓવર બ્રિજ નીચે એક શંકાસ્પદ શખ્સ નીકળ્યો હતો ત્યારે તેને રોકીને ચેક કરતાં તેની પાસે થેલીમાંથી બે પીસ્તોલ અને પાંચ કાર્ટીઝ મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે બબલુ ઉર્ફે કાલુસીંગ બનસીંગ વાસકેલ જાતે માનકર આદીવાસી (૨૫) રહે. બીલાક કોલોની બારીયા ગ્રામ પંચાયત તાલુકો ગંધવાની જીલ્લો ધાર રાજ્ય મધ્યપ્રદેશ વાળાની ૨૦૦૦૦ રૂપિયાની કિંમતની બે પીસ્તોલ અને ૫૦૦ રૂપિયાની કિંમતના પાંચ જીવતા કાર્ટીઝ આમ કુલ મળીને ૨૦,૫૦૦ ના મુદામાલ સાથે ધરપકડ કરેલ છે અને તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે આ કામગીરી એસઓજી પીઆઇ એમ.પી.પંડ્યાની સૂચન મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી,






Latest News