મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

ધ્રાંગધ્રા હળવદ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારને ચૂંટણી પ્રચાર માટે અમુક ગામડામાં પ્રવેશબંધી !


SHARE









ધ્રાંગધ્રા હળવદ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારને ચૂંટણી પ્રચાર માટે અમુક ગામડામાં પ્રવેશબંધી !

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે થઈને ઉમેદવારી પત્રો ભરાઈ ગયા છે અને આગામી દિવસોમાં ચૂંટણી માટે થઈને મતદાન થવાનું છે ત્યાર પહેલાં ધાંગધ્રા હળવદ બેઠકની વાત કરીએ તો કોંગ્રેસના ઉમેદવાર તરીકે જેનું નામ જાહેર કરવામાં આવ્યું છે તે અગાઉ ભાજપમાં હતા જોકે તેણે જે તે સમયે લોકોના કામ કર્યા ન હોવાથી લોકોમાં તેની સામે ભારોભાર આક્રોશની લાગણી છે અને કેટલાક ગામડાઓમાં તેની પ્રવેશબંધી કરવામાં આવી છે અને તેને લગતા સોશિયલ મીડિયામાં હાલમાં ઓડિયો પણ વાયરલ થઈ રહ્યા છે

રાષ્ટ્રીય પક્ષ સાથે જોડાયેલા આગેવાનો દ્વારા જુદાજુદા પક્ષ પાસેથી ટિકિટની માંગણી કરવામાં આવતી હોય છે જોકે ટિકિટની માંગણી કરવામાં આવ્યા બાદ ટિકિટ ન મળવાના કારણે ઘણા બધા આગેવાનો પક્ષ સાથે છેડા ફાડીને અન્ય પક્ષની આંગળી પકડતા હોય છે આવો જ ઘાટ કંઈક ધાંગધ્રા હળવદ બેઠક ઉપર પણ સર્જાયો હતો અને હળવદ ધાંગધ્રા બેઠક માટે ભાજપ પક્ષ પાસેથી સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની માલવણ બેઠકના ગુંજારિયા છત્રસિંહ ઉર્ફે પપ્પુભાઈ શંકરભાઇ દ્વારા ટિકિટની માંગણી કરવામાં આવી હતી જોકે તેઓને ભારતીય જનતા પાર્ટી તરફથી ટિકિટ આપવામાં આવી ન હોવાથી તેઓએ ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસની આંગળી પકડી છે અને હાલમાં કોંગ્રેસ પક્ષ દ્વારા તેઓને ધ્રાંગધ્રા હળવદ બેઠક ઉપર ટિકિટ આપવામાં આવી હોય તેમણે પોતાની ઉમેદવારી નોંધાવ્યા બાદ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે જોકે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ હાલમાં જોવા મળી રહ્યો છે

હાલમાં સોશિયલ મીડિયા ની અંદર કેટલીક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે જેમાં ધાંગધ્રા હળવદ આ વિધાનસભા બેઠકના મત વિસ્તારમાં આવતા ધાંગધ્રા તાલુકાના કલ્યાણપુર ગામના ગજેન્દ્રસિંહ ટાંક દ્વારા કોંગ્રેસના ઉમેદવાર પપ્પુભાઈ સાથે વાત કરવામાં આવી રહી છે જેમાં તેઓ જણાવી રહ્યા છે કે, પપ્પુભાઈ દ્વારા અગાઉ ગામડાના લોકો માટેના ઘણા કામ કરવામાં આવ્યા નથી અને તેઓની આ કામગીરીને ધ્યાનમાં રાખીને તેમને સ્પષ્ટ શબ્દોમાં કલ્યાણપુર ગામમાં ન આવવા માટે થઈને કહી દીધું છે અને કલ્યાણપુર ગામમાંથી એક પણ મત કોંગ્રેસને મળવાનો નથી તેવું પણ વાયરલ થયેલ ઓડિયો ક્લિપની અંદર સ્પષ્ટ પણે કોંગ્રેસના ઉમેદવારને કહી દેવામાં આવ્યું છે

ધ્રાંગધ્રા હળવદ વિધાનસભા બેઠક ઉપર એક બાજુ કોંગ્રેસ તૂટી રહી છે અને બીજી બાજુ ભાજપમાંથી કોંગ્રેસમાં આવીને ટિકિટ મેળવનારા ઉમેદવારનો જુદા જુદા ગામોની અંદર વિરોધ થઈ રહ્યો છે અને તેને પ્રવેશ ન કરવા માટે થઈને ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા કહેવામાં આવતું હોય તેવા ઓડિયો પણ હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે ત્યારે આ બેઠક ઉપર કોંગ્રેસ માટે કપરા ચઢાણ હોય તેવો ઘાટ દેખાઈ રહ્યો છે અને હજુ પણ ચૂંટણી પ્રચાર દરમિયાન કેટલાક ગ્રામ્ય વિસ્તારોની અંદર કોંગ્રેસનાં ઉમેદવારની સાથે નવાજૂની થાય તો નક્કી નથી તેવું રાજકીય સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે




Latest News