મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

ધ્રાંગધ્રા-હળવદ વિસ્તારના નારીચાણા-રાવળીયાવદર ગામના કોંગ્રેસના આગેવાનો પ્રકાશભાઈ વરમોરા અને ભાજપ સાથે જોડાયા


SHARE









ધ્રાંગધ્રા-હળવદ વિસ્તારના નારીચાણા-રાવળીયાવદર ગામના કોંગ્રેસના આગેવાનો પ્રકાશભાઈ વરમોરા અને ભાજપ સાથે જોડાયા

ધ્રાંગધ્રા-હળવદ વિધાનસભા ક્ષેત્રના ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરા દ્વારા ભાજપના સિનિયર આગેવાનો, હોદેદારો તેમજ કાર્યકરોને સાથે રાખીને પ્રવાસ કરી રહ્યા છે ત્યારે તેમને તેના મત વિસ્તારમાં લોકોનો પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે આટલું જ નહીં કોંગ્રેસ પણ ક્રમશ: તૂટી રહી છે ત્યારે નારી ચાણા ગામ અને રાવળીયાવદર ગામના કોંગ્રેસનાં આગેવાનોએ કોંગ્રેસનો હાથ છોડીને વિકાસની વિચારધારથી પ્રેરાઇને કેસરિયા કરેલ છે

ધાંગધ્રા-હળવદ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરાના સોમવારના પ્રવાસ દરમ્યાન તેઓ ગ્રામ્ય વિસ્તારના લોકોને મળ્યા હતા અને આ પ્રવાસ દરમિયાન નારી ચાણા ગામના પીઠ કોંગ્રેસી આગેવાન અને જીલ્લા પંચાયતના માજી સભ્ય સુખદેવભાઈ પટેલ, માજી સરપંચ હસુભાઈ, ચતુરભાઈ અને રાવળીયાવદર ગામના માજી સરપંચ મોતીભાઈ કાળુભાઈ ઠાકોર, જયંતીભાઈ ઠાકોર, નાગજીભાઈ અને તેમના તમામ ટેકેદારો કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપ  સાથે વિધિવત રીતે જોડાયા છે અને કેસરિયા ખેસ ધારણ કર્યો છે આટલું જ નહીં ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરાનો આ બેઠક ઉપરથી ભવ્ય વિજય થાય તેના માટેનો સંકલ્પ પણ કર્યો છે અત્રે ઉલેખનીય છે કે, પ્રકાશભાઈ વરમોરાને હાલમાં ધાંગધ્રા-હળવદ વિધાનસભા બેઠકના ગ્રામ્ય વિસ્તારમાં મતદારો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને મતદારો પણ પ્રકાશભાઈને વિજયી બનાવવા માટે મક્કમ બની ગયા છે અને વન વે મતદાન કરવા માટેનો કોલ આપી રહ્યા છે




Latest News