મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબીમાં કાકીના બાળકોની ખબર પૂછવા ગયેલ યુવાન સહિત ત્રણને માર મારનારા ચાર આરોપીની ધરપકડ


SHARE









મોરબીમાં કાકીના બાળકોની ખબર પૂછવા ગયેલ યુવાન સહિત ત્રણને માર મારનારા ચાર આરોપીની ધરપકડ

મોરબીના વિશીપરા વિસ્તારમાં ઘર છોડીને ચાલ્યા ગયેલા કાકીના સંતાનોની ખબર પૂછવા માટે તેનો પિતરાઇ ભાઈ અને પિતા સહિતના ગયા હતા ત્યારે લાકડી તેમજ પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો જેથી ઈજા પામેલા લોકોએ સારવારમાં લઈને ગયા હતા અને યુવાન દ્વારા ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ચારેય આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબીના અમરેલી રોડે ગુલાબનગર વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ત્યારે જીવણભાઈ રમેશભાઈ સનુરા, તેના પિતા રમેશભાઈ બચુભાઈ સનુરા તથા તેના મોટાભાઈ નવઘણભાઈ રમેશભાઈ સનુરાને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવારમાં લઈને ગયા હતા અને સારવાર લીધા બાદ જીવણભાઈ રમેશભાઈ સનુરાએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથક ખાતે વિઠ્ઠલ બચુ સનુરા, અજય ઉર્ફે વિક્રમ વિઠ્ઠલ સનુરા, દેવજી વિઠ્ઠલ સનુરા રહે. ત્રણેય વીશીપરા ગુલાબ પાન નજીક મોરબી અને કાળુ પોપટ ડાભી રહે. ઇન્દિરાનગર શિવમ હોસ્પિટલ પાછળ સામાકાંઠે મોરબી-૨ સામે ફરિયાદ નોંધાવું હતી કે, તેમના કાકી ઘર છોડીને જતા રહ્યા હોય તેઓના બાળકોના ખબર અંતર પૂછવા માટે પોતે તથા તેના પિતા રમેશભાઈ અને મોટો ભાઈ નવઘણ તેમના કાકીના ઘરે ગયા હતા ત્યારે સામાવાળાઓએ 'આજ દિવસ સુધી વ્યવહાર નથી તો હવે શું કામ સારું લગાડવા માટે આવ્યા છો..?' એમ કહીને ગાળો આપીને પાઇપ અને લાકડી વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં માથા અને હાથના ભાગે તેઓને માર મારવામાં આવ્યો હોય ઇજાઓ પહોંચી હતી.દરમિયાનમાં ચાર હુમલાખોર પૈકીના દેવજીભાઈએ ફરિયાદી જીવણભાઈના મોટા ભાઈ નવઘણભાઈના માથામાં લાકડી ફટકારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જે ગુનામાં પોલીસે વિઠ્ઠલ બચુ સનુરા જાતે કોળી (૫૨), અજય ઉર્ફે વિક્રમ વિઠ્ઠલ સનુરા જાતે કોળી (૨૧), દેવજી વિઠ્ઠલ સનુરા જાતે કોળી (૨૨) રહે. ત્રણેય વીશીપરા ગુલાબ પાન નજીક મોરબી અને કાળુ પોપટ ડાભી જાતે કોળી (૫૭) રહે. ઇન્દિરાનગર શિવમ હોસ્પિટલ પાછળ સામાકાંઠે મોરબી-૨ ની ધરપકડ કરેલ છે અને આ બનાવની આગળની તપાસ બીટ જમાદાર એએસઆઈ વશરામભાઈ મેતા ચલાવી રહ્યા છે




Latest News