ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

ભારે ઉત્સાહ: મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠક માટે માટે ૪૧૬૧ લોકોએ કર્યું પોસ્ટલ બેલેટથી મતદાન


SHARE











ભારે ઉત્સાહ: મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠક માટે માટે ૪૧૬૧ લોકોએ કર્યું પોસ્ટલ બેલેટથી મતદાન

મોરબી જિલ્લામાં આવતી વિધાનસભાની ત્રણ બેઠકોના ઇવીએમ મશીનોને સ્ટ્રોંગ રૂમમાં મૂકી દીધા છે જેને કાલે ખોલવામાં આવશે જો કે, મોરબી જીલ્લામાં આવતી ત્રણેય વિધાનસભાની બેઠક માટેની મતગણતરી મોરબીના ઘૂટું રોડ ઉપર આવેલ પોલી ટેકનિક કોલેજ ખાતે કરવામાં આવશે અને આ ત્રણ બેઠક માટે જીલ્લામાં કુલ મળીને ૪૧૬૧ મતદારો દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવ્યું છે

મોરબી જીલ્લામાં ૯૦૬ મતદાન મથકો ઉપર મતદારો દ્વારા સરેરાશ ૬૯.૭૭ ટકા મતદાન કરવામાં આવ્યું છે અને આ વખતે શું પરિણામ આવશે તેને લઈને રાજકીય આગેવાનો તેમજ સામાન્ય લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મોરબી માળિયા બેઠકમાં ૬૭.૧૬ ટકા, ટંકારા પડધરી બેઠકમાં ૭૧.૧૮ ટકા મતદાન અને વાંકાનેર કુવાડવા બેઠકમાં ૭૧.૧૯ ટકા મતદાન થયું છે હવે ગુરુવારે ચૂંટણી વિભાગ દ્વારા સવારે આઠ વાગ્યાથી મહેન્દ્રનગર ગામે પાસે ઘૂટું રોડ ઉપર આવેલ પોલિટેકનિક કોલેજ ખાતે મોરબી જિલ્લાની ત્રણેય બેઠક માટે મતગણતરી કરવામાં આવશે સવારે આઠ વાગ્યે પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે અને પહેલા જે પોસ્ટલ બેલેટ ગણવામાં આવશે તેમાં મોરબીના ૧૭૬૨, વાંકાનેરના ૧૧૬૫ અને ટંકારાના ૧૨૩૪ પોસ્ટલ બેલેટનો સમાવેશ થાય છે તેની ગણતરી થઈ ગયા પછી સાડા આઠ વાગ્યાથી દરેક બેઠકમાં કુલ ૧૪-૧૪ ટેબલ ઉપર ઇવીએમ મશીન લઈ આવીને તેના આંકડા જાહેર કરવામાં આવશે અને સાંજના ચાર વાગ્યા સુધીમાં ત્રણેય બેઠકનું પરિણામ જાહેર કરી દેવામાં આવશે જો કે, પોસ્ટલ બેલેટથી કરવામાં આવેલ મતદાન કોને ફડશે અને કોને નડશે તે હાલમાં કહેવું મુશ્કેલ છે






Latest News