મોરબી તાલુકાનાં પાંચ ગામમાં સફાઈ માટે ધારાસભ્યોની હાજરીમાં ટ્રેક્ટર-ટ્રોલી ફાળવવામાં આવી દિવાળી પર્વની સાર્થક ઉજવણી: વાંકાનેરમાં અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રૂપ દ્વારા કપડાંનું વિતરણ કરાયું મોરબી નજીક ટેન્કરમાંથી ગેસ ચોરીના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર ટંકારાના ધારાસભ્ય દુલર્ભજીભાઈ દેથરીયા દ્વારા મોરબીમાં ગુજરાત કબડ્ડી લીગ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન: હર્ષ સંઘવી કરશે ઉદ્ઘાટન વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુમાં પાંચ દિવસ સુધી પ્રવેશબંધી હળવદ તાલુકાના સાપકડા ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો વાંકાનેરની વરડુસર પ્રાથમિક શાળા ખાતે બાલા પ્રોજેકટનું બીઆરસીના હસ્તે લોકાર્પણ વાંકાનેર-ટંકારા પોલીસમે શ્રમિકોની માહિતી ન આપનારા હોટલ સંચાલક-કોન્ટ્રાકટર સામે કાર્યવાહી
Breaking news
Morbi Today

હળવદના ઇંગોરાળા ગામે વાડી વિસ્તારમાં વૃદ્ધ ઉપર હુમલો ફરિયાદ નોંધાઇ


SHARE











હળવદના ઇંગોરાળા ગામે વાડી વિસ્તારમાં વૃદ્ધ ઉપર હુમલો ફરિયાદ નોંધાઇ

મોરબીના હળવદ તાલુકાના ટીકરના (રણ) ખાતે રહેતા હરજીભાઈ ત્રીકમભાઈ ચૌહાણ જાતે દલવાડી નામના ૬૫ વર્ષના વૃદ્ધને માર મારવામાં આવ્યો હતો જેથી કરીને હાલમાં હરજીભાઈ ચૌહાણ દ્વારા જસમતભાઇ દેવજીભાઇ એરવાડીયા જાતે પટેલ તથા ભાવેશભાઇ જયંતીભાઇ એરવાડીયા જાતે પટેલ રહે બંને ટીકર(રણ) તા.હળવદ જી.મોરબી સામે હળવદ પોલીસમાં ફરીયાદ નોંધાવીને જણાવાયુ હતુ કે, તેઓ ગઇકાલે ઇંગરોળા ગામની સીમમાં વાડીના રસ્તેથી મશીનનો પટો લઇને જતા હતા ત્યારે ઉપરોકત બંનેએ એકસંપ કરીને તેમને ઢીકાપાટુનો મુઢમાર મારી બંનેએ ભુંડાબોલી ગાળો આપી જાનથી મારી નાખાવની ધમકી આપી હતી. બનાવ અંગે હાલમાં હળવદ પોલીસ મથકના ચેતનભાઇ કડવાતર તપાસ ચલાવી રહ્યા છે.

હળવદના સુંદરગઢ ગામેથી દારૂ પકડાયો

હળવદ પોલીસ દ્વારા બાતમીના આધારે હળવદના સુંદરગઢ ગામની સીમમાં બ્રાહ્મણી નદીના કાંઠે રાયધનબાપાની વાડી પાસે આવેલ ખરાબાની જગ્યામાં રેડ કરવામાં આવી હતી જ્યાં ખરાબામાંથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતો દેશીદારૂ બનાવવાનો આથો મળી આવ્યો હતો. જેથી હાલમાં ૨૦૦૦ લીટર ઠંડો આથો કિંમત રૂપિયા ચાર હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને તેમાં રમણીક ઉર્ફે મુન્નો ઉર્ફે બુધો કાળુભાઈ સીપરા રહે. સુંદરગઢ હળવદનું નામ ખુલ્યુ હોય તેની સામે ગુનો નોંધી આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે. તેમજ ભાવનાબેન ઉર્ફે ભાવલી રાજેશભાઇ સાંતોલા કોળી (ઉમર ૪૦) રહે.મોરબી ઇન્દીરાનગર સામાકાંઠેને ત્યાં મોરબી સીટી બી ડીવીઝન પોલીસે રેડ કરતા ત્યાંથી આશરે ૨૦ લીટર દેશીદારૂ  કિંમત રૂા.૪૦૦ તેમજ દેશી દારૂ બનાવવાનો ૩૦૦ લીટર ઠંઠો આથો કિંમત રૂા.૬૦૦ મળી કુલ રૂ.૧૦૦૦ નો દારૂનો જથ્થો મળી આવતા તેની સામે પણ ગુનો નોંધી આગળની તપાસ કરવામાં આવેલ છે.




Latest News