ચણા-મમરાની જેમ હથિયાર મળે !: મોરબી યાર્ડ સામે બેઠેલા શખ્સની થેલીમાંથી એક પિસ્તોલ-બે તમંચા કબ્જે કરતી પોલીસે મોરબી નજીક હાઇવે રોડે રિક્ષાની રેસ કરતા શખ્સને પોલીસે પકડ્યો મોરબીમાં જૈનમ ગૃહ ઉદ્યોગ દ્વારા દિવાળીએ રાહતદરે મીઠાઈ વિતરણ મોરબીમાં સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી સદ્ગત માતાને શ્રધ્ધાંજલિ અર્પણ કરતો ચગ પરિવાર માળીયા (મી) હોસ્પિટલમાં એકસરે મશીન બંધ, દવા-સ્ટાફ નથી, પીએમ રૂમમાં લાઇટ પણ નથી: આપના આગેવાને સીએમને કરી રજૂઆત વાંકાનેર નજીક વરમોરા ગ્રેનીટોમાં સ્વ. જીવરાજભાઈની પુણ્યતિથિએ યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં 441 લોકોએ રક્તદાન કર્યું મોરબી નજીક અગાઉ ફાયરિંગ કરીને નીલગાયનો શિકાર કરવામાં પકડાયેલ શખ્સ હવે હથિયાર સાથે માળીયા (મી)માં પકડાયો મોરબી જીલ્લા પોલીસે કોમોમરેશન પરેડ યોજીને શાહિદ પોલીસ જવનોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી
Breaking news
Morbi Today

હળવદના રણજીતગઢ ગામની સીમમાં પસાર થતી નર્મદાની કેનાલમાં ડૂબીને મરણ પામેલ ત્રણેય યુવાનોની ઓળખ મળી


SHARE













હળવદના રણજીતગઢ ગામની સીમમાં પસાર થતી નર્મદાની કેનાલમાં ડૂબીને મરણ પામેલ ત્રણેય યુવાનોની ઓળખ મળી

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના રણજીતગઢ ગામની સીમમાં એસી એગ્રો ટેકનોલોજી નામના રોટાવેટર બનાવવાના કારખાનાની પાછળથી પસાર થતી નર્મદાની કેનાલમાં ગત તા.૧-૧૨ ના રોજ ત્રણ યુવાનો નર્મદાની કેનાલમાં ડૂબ્યા હતા અને ત્રણેયના મૃતગેહો જ બહાર કાઢવામાં આવ્યા હતા જે અંગે હળવદ પોલીસમાં નોંધ થવા પામી છે.

આ અંગે હાલમાં શ્રવણ ઈશ્વરભાઇ કડલીયા જાતે ઠાકોર (ઉ.વ.૬૦) ધંધો ખેતીકામ રહે.વરણ તા.ડીસા જી.બનાસકાંઠાએ હળવદ પોલીસમાં જાહેર કર્યું હતું કે કેવારામ સવસીરામ ઠાકોર (ઉ.વ.૨૩) રહે.ભમરીયા તા. રાણીવાડા જી.જાલોર રાજસ્થાન, અલ્પેશભાઇ શ્રવણભાઇ કડલીયા જાતે ઠાકોર (ઉ.વ.૧૮) રહે.વરણ તા.ડીસા જી.બનાસકાંઠા અને મહેન્દ્રભાઇ વાલારામ ડાભી જાતે કોળી (ઉ.વ.૧૮) રહે ભમરીયા તા.રાણીવાડા જી.જાલોર રાજસ્થાન રણજીતગઢ ગામની સીમમા એસી એગ્રો ટેકનોલોજી નામના રોટોવેટર બનાવવાના કારખાનાની પાછળ આવેલ નર્મદા કેનાલમા ન્હાવા માટે જતા નર્મદા કેનાલના પાણીમા ત્રણેય તણાઇ ડુબી જતા ત્રણેયના મોત નિપજેલ છે.હાલમાં એમ.એમ.સદાદીયા તપાસ ચલાવી રહ્યા છે.

વાહન અકસ્માતમાં ઇજા

જામનગર ખાતે આવેલ ગુરુદ્વારા ચોકડી પાસે રહેતા રંભીબેન દેવાયતભાઈ લાઠીયા (૬૫) અને પીંભીબેન અરજણભાઈ વસરા (૬૦) નામના બે વૃદ્ધાઓ જામનગરના જોડીયા તાલુકાના માવના ગામ પાસે આવેલ ગામના પાટીયા પાસેથી રિક્ષામાં બેસીને જતા હતા ત્યારે તેઓની રીક્ષા ત્યાં પલટી મારી જતા ઇજાગ્રસ્ત થયેલા રંભીબેન અને પીંભીબેનને સારવાર માટે મોરબી ખસેડાયા હતા અને પ્રાથમીક સારવાર બાદ બંનેને વધુ સારવાર માટે હાલમાં રાજકોટ લઈ જવામાં આવ્યા આવવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.




Latest News