મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ
Breaking news
Morbi Today

મોરબીના સાપકડા ગામે વાડીએ દવા પી ગયેલ વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત


SHARE







મોરબીના સાપકડા ગામે વાડીએ દવા પી ગયેલ વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સાપકડા ગામે વાડી વિસ્તારમાં રહીને કામકાજ કરતા વૃદ્ધા ઝેરી દવા પી ગયા હતા જેથી કરીને તેમને સારવારમાં ખસેડા હતા ત્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નિપજવાનું જાણવા મળેલ છે.

હળવદ પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ભરતભાઇ કાનજીભાઇ મકવાણા જાતે સતવારા (ઉ.વ.૫૨) ધંધો ખેતીકામ રહે.જુના સાપકડા હળવદએ પોલીસ મથકે જાહેર કર્યુ હતુ કે તેમના માતા વાલીબેન કાનજીભાઇ વજાભાઇ મકવાણા જાતે સતવારા (ઉ.વ.૭૨) રહે.જુના સાપકડા તા.હળવદ જી. મોરબી તા.૭-૧૨ ના સવારે ૧૧ વાગ્યાના અરસામાં તેમના ધરે કોઇ કારણસર કોઇ ઝેરી દવા પી જતા સારવારમાં ખસેડાયા હતા અને સારવાર દરમ્યાન વાલીબેનનું મોત નીપજયુ હતુ.

બીમારી મોત

મોરબી નજીકના લાલપર ગામે આવેલ સિરામીકના કારખાનાના ક્વાર્ટરમાં રહીને મજૂરી કામ કરતી અને મૂળ મધ્યપ્રદેશની મહિલાનું ટૂંકી બીમારી સબબ મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ જ્ઞાનાબાઇ ઉર્ફે જસ્માબાઇ અંબારામભાઇ દમડીયાભાઇ ખદેડા જાતે આદીવાસી (ઉ.વ.૩૩) રહે. લાલપર ગામની સીમ નાઇસ સીરામીક કારખાનાના લેબર કવાટર્સમાં તા.જી.મોરબી મૂળ રહે ચીતવેલ ધરમપુર જીલ્લો ધાર મધ્યપ્રદેશ તેના લેબર ક્વાર્ટરમાં હતી અને છેલ્લા થોડા દિવસોથી બીમાર હોય બીમારી સબબ તેણીનું મોત નીપજયુ હતું.તેનો લગ્ન ગાળો દસેક વર્ષનો હોય પીએમ માટે ડેડબોડી લાવવામાં આવ્યું હતું જેથી તાલુકા પોલીસ દ્વારા બનાવની નોંધ કરવામાં આવી હતી અને જે અંગે જે.એમ.જાડેજા દ્વારા આગળની તપાસ કરાવવામાં આવી રહી છે.

મારામારીમાં ઇજા

મોરબીના વાવડી ગામે આવેલ ભૂમિ ટાવરમાં રહેતા દિનેશભાઈ જેમલભાઈ ભંખોડીયા નામના ૨૪ વર્ષના યુવાનને મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચતા અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હોવાનું તાલુકા પોલીસ દ્વારા જણાવવામાં આવેલ છે અને બનામ અંગે નોંધ કરી તે અંગે આગળની તપાસ લાવવામાં આવી રહી છે.






Latest News