મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ખીરઇ પાસે ટોચન કરીને લઇ જવાતા ટ્રકની પાછળના ભાગમાં ડમ્પર અથડાયુ: ઇજા પામેલ બે ડ્રાઇવર સારવારમાં


SHARE









માળીયા (મી)ના ખીરઇ પાસે ટોચન કરીને લઇ જવાતા ટ્રકની પાછળના ભાગમાં ડમ્પર અથડાયુ: ઇજા પામેલ બે ડ્રાઇવર સારવારમાં

મોરબી કચ્છ હાઇવે ઉપર ખીરાઇ ગામના પાટીયા પાસે ટ્રકનું વાયરીંગ શોર્ટ થઈ ગયું હોવાથી અન્ય ટ્રકની પાછળ બાંધીને ટ્રકને ટોચન કરીને લઈ જતા હતા ત્યારે નંબર પ્લેટ વગરના ડમ્પરના ચાલકે બેફિકરાઈ વાહન ચલાવીને ટ્રકની પાછળના ભાગમાં તેનું વાહન અથડાવ્યું હતું જેથી કરીને અકસ્માતમાં બનાવ બન્યો હતો જેમાં બંન્ને ટ્રકના ડ્રાઇવર સહિત બે વ્યક્તિને ઇજાઓ થઈ હોવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ હાલમાં અકસ્માત સર્જના ડમ્પરના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી પ્રમાણે મોરબી કચ્છ હાઇવે ઉપર માળીયા નજીક આવેલ ખીરઇ ગામના પાટીયા પાસે હોટલ નજીકથી ફરિયાદી ટ્રકના ક્લિનર અવિનાશ ઓમપ્રકાશ ગીરી (ઉંમર વર્ષ 26) રહે. હાલ મુન્દ્રા ઓમકાર કાંટાની બાજુમાં રંગોલી હોટલ પાછળ મુન્દ્રા વાળા નો ટ્રક નંબર જીજે 12 બીટી 0492 પસાર થતો હતો ત્યારે તેનું વાયરીંગ શોર્ટ સર્કિટ થવાના કારણે ટ્રક બંધ પડી ગયો હતો અને તેની જ કંપનીનો બીજો ટ્રક નંબર જીજે 12 બીએક્સ 9417 ત્યાંથી નીકળતા તેના ડ્રાઇવર મોહમ્મદરહેમાન નસરુદ્દીન અંસારીને રોકીને તેના ટ્રકની પાછળના ભાગમાં બંધ પડેલ ટ્રકને બાંધીને ટોચન કરીને લઈ જતા હતા ત્યારે મોહમ્મદરહેમાન અન્સારીના ટ્રકની પાછળ ફરિયાદીનો ટ્રક બાંધવામાં આવ્યો હતો અને તે ટ્રકની સાથે પાછળથી આવી રહેલ નંબર પ્લેટ વગરના ડમ્પરના ચાલકે પોતાનું વાહન અથડાવ્યું હતું જેથી કરીને ફરિયાદીના ટ્રકનો ડ્રાઇવર અમિતાવચનને ડાબા પગમાં ગંભીર ઇજા થઈ હતી તેમજ માથામાં ઇજા થઈ હતી અને મહંમદરહેમાન અન્સારીને પણ માથામાં ઇજા થઈ હતી જેથી કરીને તે બંને ઇજાગ્રસ્તોને સારવારમાં લઇને આવ્યા હતા અને હાલમાં અવિનાશ ગીરીએ નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે નંબર પ્લેટ વગરના ડમ્પરના ચાલક સામે ફરિયાદ નોંધને આરોપીને શોધવા અને પકડવા માટેની તજવીજ શરૂ કરેલ છે.




Latest News