મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ
Breaking news
Morbi Today

હળવદના ટીકર નજીક વાડીએ પત્ની સાથે બોલાચાલી-ઝઘડો થતાં ઝેરી દવા પીને યુવાને જીવન ટૂંકાવ્યું


SHARE







હળવદના ટીકર નજીક વાડીએ પત્ની સાથે બોલાચાલી-ઝઘડો થતાં ઝેરી દવા પીને યુવાને જીવન ટૂંકાવ્યું

હળવદ તાલુકાના ટીકર ગામે પતિ પત્ની વચ્ચે બોલા ચાલીને ઝઘડો થયા બાદ મનમાં લાગી આવતા યુવાને પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ એમપીના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના ટીકર ગામે નિલેશભાઈ જાદવજીભાઈ હડિયલ જાતે સતવારાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા વીરસીંગભાઇ નંદીયાભાઈ નિલવાલ જાતે આદિવાસી (ઉંમર ૩૫) એ ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક વીરસિંગભાઈને તેની પત્ની સાથે બોલાચાલી અને ઝઘડો થયો હતો જેથી તેને લાગી આવતાં તેઓએ પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી તેવું હાલમાં મૃતક યુવાનના પરિવારજનો પાસેથી જાણવા મળી રહ્યું છે જેથી કરીને પોલીસે તેની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News