મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબીના ઉંચી માંડલ પાસે ત્રણ વર્ષની બાળકીને કચડી નાખનારા ડમ્પર ચાલકની ધરપકડ


SHARE









મોરબીના ઉંચી માંડલ પાસે ત્રણ વર્ષની બાળકીને કચડી નાખનારા ડમ્પર ચાલકની ધરપકડ

મોરબીના ઉંચી માંડલ ગામથી તળાવિયા સનાળા ગામ તરફ જવાના રસ્તા ઉપર ડમ્પરના ચાલકે ત્રણ વર્ષની માસુમ બાળકીને હડફેટે લીધી હતી અને તેના પેટના ભાગ ઉપરથી ટ્રકના તોતિંગ વ્હીલને ફેરવી દીધા હતા જેથી ગંભીર થવાના કારણે બાળકીનું મોત નીપજયું હતું અને અકસ્માતના આ બનાવમાં મૃતક બાળકીની માતાએ ડમ્પર ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ એમપીના રહેવાસી અને હાલમાં રંગપર ગામની સીમમાં આવેલ શિવમ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં રહીને મજૂરી કામ કરતા વિમલાબેન સંતુકુમાર પાવ (૨૬)એ ડમ્પર નંબર જીજે ૩ ડબલ્યુ ૮૯૦૩ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામથી તળાવિયા સનાળા જવાના રસ્તા ઉપર તેની દીકરી બીનાક્ષીબેન સંતુકુમાર પાવ (૩) ને ડમ્પરના ચાલકે તળાવિયા સનાળા ગામ બાજુથી આવીને હડફેટ લીધી હતી જેથી કરીને ફરિયાદીની દીકરીને પેટના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી બાળકીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને અકસ્માત મૃત્યુના આ બનાવ સંદર્ભે મૃતક બાળકીની માતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આ ગુનામા પુષ્પેન્દ્રસિંહ બ્રિજરાજસિંહ (૩૬) રહે. મૂળ યુપી હાલ રહે અંજલિ કોલોની જાંબુડિયા વાળાની ધરપકડ તાલુકા પીએસઆઈ બી.એમ. બગડા દ્વારા કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

મોરબી નજીક આવેલ પરમેશ્વર કાંટા પાસેથી ટિંબડી ગામે રહેતા ગૌરીબેન દેત્રોજા (૬૦) નામના વૃદ્ધા પગપાળા ચાલીને પસાર થતા હતા ત્યારે અજાણી કારના ચાલકે તેઓને હડફેટે લીધા હતા જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવવામાં વૃદ્ધાને ઈજા થઇ હોવાથી તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ ગયા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બાઇક સ્લીપ

મોરબીમાં રેલવે સ્ટેશનની પાછળના ભાગમાં આવેલ વિજયનગર વિસ્તારમાં રહેતા મુકેશભાઈ ખીમજીભાઇ રાણવા પોતાનું બાઈક લઈને મોરબીના મહેન્દ્રનગર ગામેથી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે રામધન આશ્રમ પાસે તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને ઈજા થતાં મુકેશભાઈને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને અકસ્માતના બનાવવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે

ઝેરી દવા પીધી

મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ જીવરાજ પાર્કમાં રહેતા કાનજીભાઈ શામજીભાઈ મુછડીયા (ઉંમર ૪૦) નામનો યુવાન માખી મારવાની દવા પી ગયો હતો જેથી કરીને તેને ઝેરી અસર થવાથી તે યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલસને જાણ કરવામાં આવતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News