મોરબી મહાપાલિકાના હદ વિસ્તારમાંથી છેલ્લા મહિનાઓમાં 3,502 પશુ ડબ્બે પુરાયા મોરબીમાં રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે નિઃશુલ્ક હોમિયોપેથીક કેમ્પ યોજાયો મોરબી પાટીદાર એડવોકેટ લીગલ સેલ-જીવાપરના ખેડૂતોની ટ્રેક્ટર રેલી યોજાઇ મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલનના સમર્થનમા આવેલા કલાકાર હકાભા ગઢવીને છાવણીએ આવવાની મનાઈ ! મોરબી જિલ્લામાં જમીન દફતર ખાતાની સેવાઓનું તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ: નાગરિકોની સુવિધા માટે નવી ૬ કચેરીઓ કાર્યરત વિદેશ અભ્યાસ લોન બની પથદર્શક: હળવદ તાલુકાનાં મનીષ જાદવનું જર્મનીમાં ભણવાનું સપનું થયું સાકાર નમો સ્વચ્છતા અભિયાનનો મોરબી મનપાના મેયર ઉત્તમ સુરાણી અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની હાજરીમાં પ્રારંભ મોરબી જિલ્લામાં સહકાર થી સમૃદ્ધિના સંકલ્પ સાથે એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું 
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ચૂંટણી સમયે પક્ષ વિરોધી કામ કરનાર હોદ્દેદારોને થશે કટ ટુ સાઈઝ: પરિણામનું વિશ્લેષ્ણ કરવા આદેશ


SHARE









મોરબી જીલ્લામાં ચૂંટણી સમયે પક્ષ વિરોધી કામ કરનાર હોદ્દેદારોને થશે કટ ટુ સાઈઝ: પરિણામનું વિશ્લેષ્ણ કરવા આદેશ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયા બાદ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં કમલમ ખાતે ગુજરાતના તમામ જિલ્લાના ભાજપના પ્રમુખ અને મહામંત્રીઓની મીટીંગ મળી હતી જેમાં ખાસ કરીને આગામી સમયમાં આવનાર લોકસભાની ચૂંટણી માટે અત્યારથી જ તૈયારી શરૂ કરવામાં આવી હોય તેવો ઘાટ જોવા મળ્યો છે અને હાલમાં આવેલ ગુજરાત વિધાનસભાનું બેઠક વાઇઝ પરિણામ અને તે બેઠકના મતવિસ્તારમાં યોજાયેલ છેલ્લી ત્રણ ચૂંટણીઓના પરિણામનું વિશ્લેષણ કરવા માટે થઈને પદાધિકારીઓને સુચના આપવામાં આવી છે અને આગામી સમયમાં પક્ષ વિરોધી કામ કરનાર હોદ્દેદારોને કટ્ટુ સાઈઝ કરવામાં આવે અને એક વ્યક્તિને એક હોદો તે થિયરી મુજબ નવું સંગઠન રચાય તેવા સંકેતો મળી રહ્યા છે

મોરબી જિલ્લામાં ગુજરાત વિધાનસભાની ત્રણ બેઠકો આવે છે જેમાં મોરબી માળિયા, ટંકારા પડધરી અને વાંકાનેર કુવાડવા બેઠક આવે છે આ ત્રણે ત્રણ બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો વિજય બન્યા છે અને ગુજરાત વિધાનસભામાં કુલ મળીને ૧૫૬ બેઠક ઉપર ભાજપનો ભવ્ય વિજય થયો છે ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયા બાદ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં કમલમ ખાતે ગુજરાતના તમામ જિલ્લાના ભાજપના પ્રમુખ અને મહામંત્રીઓની મિટિંગ યોજાઇ હતી અને આ મીટીંગની અંદર ખાસ કરીને ગુજરાત વિધાનસભાનું જે પરિણામ આવ્યું તેના માટે થઈને તમામ પદાધિકારીઓને અભિનંદન આપવામાં આવ્યા હતા અને આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવનાર છે તેને ધ્યાનમાં રાખીને અત્યારથી જ ભાજપ દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી હોય તે રીતે છેલ્લી ત્રણ ચૂંટણીઓ જેમાં મોરબી નગરપાલિકા, ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત તેમજ વર્ષ ૨૦૧૯ માં યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં મોરબી જિલ્લામાં આવતી વિધાનસભાની ત્રણ બેઠકોના મતવિસ્તારમાં ભાજપને કેટલા મત અગાઉ મળ્યા હતા અને હાલની ચૂંટણીમાં કેટલા મત મળેલા છે તેનું બુથ વાઈઝ વિશ્લેષણ કરવા માટે થઈને કહેવામાં આવ્યું છે

આગામી સમયમાં આવનાર લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અત્યારથી જ ભાજપ દ્વારા બ્લુ પ્રિન્ટ તૈયાર કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હોય તે રીતે ભાજપની ટીમને કામે લગાડવા માટેનું આયોજન કરી લેવામાં આવ્યું છે અને જે તે વિસ્તારમાંથી ભાજપને મળેલા મત આધારે તે વિસ્તારમાં ભાજપ વધુ મજબૂત બને તે થિયરીને ધ્યાનમાં રાખીને વિકાસલક્ષી કામગીરી અને લોકોની સુખાકારીમાં વધારો થાય તેવી કામગીરીને પ્રાધાન્ય આપવામાં આવશે તેવું પણ જાણવા મળ્યું છે ખાસ કરીને ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામમાં જીતનું વિશ્લેષણ કરવાનું પક્ષ દ્વારા નિશ્ચિત કરવામાં આવ્યું છે આટલું જ નહીં ભાજપના ઉમેદવારોને ડેમેજ કરવા માટે થઈને ભાજપમાં જ રાઇન પક્ષની વિરુદ્ધમાં કામ કરનારાઓને પણ આગામી સમયમાં કટ ટુ સાઈઝ કરવા માટે થઈને કવાયત શરૂ કરી દેવામાં આવી છે અને આગામી સમયમાં સંગઠનની અંદર એક વ્યક્તિને એક હોદો તે મુજબ સ્થાન આપવામાં આવશે જેથી કરીને મોરબી જિલ્લામાં પણ સંગઠનમાં ફેરફારો થાય તેવા સંકેતો મળી રહ્યા છે






Latest News