મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબી: SCAએ  ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસો.ને અન્ડર-14નું એફિલિએશન પ્રદાન કર્યું


SHARE









મોરબી: SCAએ  ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસો.ને અન્ડર-14નું એફિલિએશન પ્રદાન કર્યું

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન અર્થાત SCAએ મોરબી ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશનને અન્ડર-14ની ટીમનું એફિલિએશન પ્રદાન કર્યું હતું જ્યારથી મોરબી જિલ્લો બન્યો ત્યારથી મોરબી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન કાર્યરત છે. અને હાલ સિનિયર તેના નેજા હેઠળ ટીમ અન્ડર-25, અન્ડર-19, અન્ડર-16 અને ટીમનો સમાવેશ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનમાં થાય છે. જેને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન તરફથી માન્યતા પ્રાપ્ત થયેલ છે. જેમાં હવે અન્ડર-14ની ટીમનો પણ સમાવેશ થાય છે. જેથી હવે મોરબી ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશનની ટિમોને સંપૂર્ણ એફિલિએશન મળ્યું છે.

આ તકે મોરબીના જાણીતા ક્રિકેટર અને જીલ્લા ક્રિકેટ એસોસિએશનના મુખ્ય કોચ તથા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની સિનિયર મહિલા ટીમના હેડ બેટિંગ અને ફિલ્ડિંગ કોચ નિશાંત જાનીએ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની ગવર્નિંગ કમિટી, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવ શાહ અને રાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના નિરંજન શાહનો આભાર માન્યો હતો. આ સિદ્ધિ બદલ  મોરબી જીલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તથા MLA કાંતિભાઈ અમૃતિયાએ  ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં  મોરબીમાંથી કોઈ શ્રેષ્ઠ ક્રિકેટર બને અને તે ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં જઈને મોરબીનુ નામ રોશન કરે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.




Latest News