મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબી સિરામિક ઉદ્યોગના ગેસ, પાણી, રસ્તા અને જીપીસીબીના પ્રશ્નોની નવનિયુક્ત મંત્રીઓને કરાઇ રજૂઆત


SHARE









મોરબી સિરામિક ઉદ્યોગના ગેસ, પાણી, રસ્તા અને જીપીસીબીના પ્રશ્નોની નવનિયુક્ત મંત્રીઓને કરાઇ રજૂઆત

તાજેતરમાં ગુજરાત સરકારના નવનિયુક્ત મુખ્યમંત્રી તેમજ મંત્રીઓને ગાંધીનગર ખાતે મોરબીના ઘારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની આગેવાનીમાં મોરબી સીરામિક એસોસીએસનના પ્રમુખો રૂબરૂ મળવા માટે ગયા હતા અને ત્યારે મોરબી સિરામિક ઉધોગના પ્રશ્નો માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને મળી અલગ અલગ પ્રશ્નોની વિગત વાર રજુઆત કરી હતી. જેમાં ગુજરાત ગેસ દ્રારા સપ્લાય થતા ગેસમાં ભાવ ઘટાડો કરવા બાબત, પેન્ડીંગ સી ફોર્મ બાબત, સિરામિક ઝોનના ઇન્ટરનલ રોડ રસ્તા બાબત, ઉધોગ ઝોનમાં આધુનિક ફાયર સ્ટેશનની ફાળવણી કરવા બાબત, જીએમડીસી દ્રારા લિગ્નાઇટના ક્વોટા જરુર પ્રમાણે ફાળવવા બાબત, સિરામિક ઉધોગ ઝોનમાં પાણીની વ્યવસ્થા કરવા રજૂઆત કરવામાં આવી હતી.

આ તકે ઉર્જા મંત્રી કનુભાઇ દેસાઇને ગુજરાત ગેસના ભાવ ઘટાડો કરવા બાબત તેમજ પેન્ડીંગ સી ફોર્મ બાબતની રજુઆત કરેલ હતી તેમજ પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરાને મળીને જીપીસીબીના પડતર પ્રશ્નો બાબતે ચર્ચા કરી હતી અને ઉધોગ ઝોનમાં પાણીની વયવસ્થા માટે પાણી પુરવઠા મંત્રી કુવરજીભાઇ બાવળીયાને રજુઆત કરેલ હતી આ ઉપરાંત ઉધોગમાં સૌથી મોટી સમષ્યા વેપારમાં થતા ફ્રોડ તેમજ વેપારમાં ખોટા થતા નાણાની રીકવરી માટે ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવીને મળીને સીટની રચના કરવા માટે રજુઆત કરેલ હતી તદ્ ઉપરાંત ઉધોગ ઝોનમાં ઇન્ટરનલ રોડ અને રસ્તા માટે ઉધોગ મંત્રી બલવંતસિંહ રાજપુતને રજુઆત કરેલ હતી અને વિશેષમાં નવયુક્ત મંત્રીઓ રાઘવજીભાઇ પટેલ, ભાનુબેન બાબરીયા, ઋષિકેશભાઇ પટેલની શુભેચ્છા મુલાકાત કરી હતી. ત્યારે મોરબી-માળીયા વિસ્તારના ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયા, હળવદ-ધ્રાગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઇ વરમોરા તેમજ મોરબી  સિરામિક એસોસિએશનના પ્રમુખ મુકેશભાઇ કુંડારીયા, હરેશભાઇ બોપલિયા, વિનોદભાઇ ભાડજા, કિરીટભાઇ પટેલ તેમજ માજી પ્રમુખ નિલેષભાઇ જેતપરિયા તેમજ કિશોરભાઇ ભાલોડીયા હાજર રહ્યા હતા.




Latest News