વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના વવાણીયામાં હનુમાનજી-બાબા નીમ કરૌલીના મંદિરનો કાલથી ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ


SHARE









મોરબી જિલ્લાના વવાણીયામાં હનુમાનજી-બાબા નીમ કરૌલીના મંદિરનો કાલથી ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

મોરબીના વવાણીયા નજીક નવ નિર્માણ પામેલા ભગવાન હનુમાનના અવતાર ગણાતા બાબા નીમ કરૌલી અને હનુમાનજીના મંદિરનો તા ૨૮ થી ૩૦ ડિસેમ્બર ત્રણ દિવસ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવશે,જેમાં દેશ વિદેશ થી ભક્તો ખાસ ઉપસ્થિત રહેશે મોરબીના વવાણીયામાં જ્યાં મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યાં બાબા નીમ કરૌલીએ તેમના જીવનના ૧૦ વર્ષ સુધી સાધના કરી અને સિદ્ધિ પ્રાપ્ત કરી છે

આ નવ નિર્મિત મંદિર ઉપરાંત ૨૦ રૂમની ધર્મશાળા પણ બનાવવામાં આવી છે. તા ૨૮ ડીસેમ્બરના રોજ સવારે હવન,તા ૨૯ ડીસેમ્બરના રોજ બોપોરે પ્રાણ પ્રતિષ્ઠા બાદ તા ૩૦ ડીસેમ્બરથી મંદિર ભક્તો માટે ખુલ્લું મુકવામાં આવશે. એવું માનવામાં આવે છે કે બાબા નીમ કરૌલી ભગવાન હનુમાનના અવતાર હતા. કહેવાય છે કે, બાબા નીમ કરૌલીને ભગવાન હનુમાનની પૂજા કર્યા પછી ઘણી ચમત્કારિક સિદ્ધિઓ પ્રાપ્ત થઈ હતી. અને લોકો તેમને હનુમાનજીનો અવતાર પણ માને છે. ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લાના હલ્દ્વની અલ્મોડા રોડ પર આવેલું નૈનીતાલનું કૈંચી ધામ મંદિર વિશ્ર્વ પ્રસિદ્ધ છે. આ મંદિરના સ્થાપક બાબા નીમ કરોલી મહારાજને ભગવાનનો અવતાર માનવામાં આવે છે. આ બાબાની મહિમા માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ વખણાય છે. એપલના સંસ્થાપક સ્ટીવ જોબ્સ અને ફેસબુકના માલિક માર્ક ઝકરબર્ગ ઉપરાંત ભારત અને વિદેશની ઘણી મોટી હસ્તીઓ બાબાના ભક્તોમાં સામેલ છે.




Latest News