મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

માળીયા (મી.)માં કારખાનેદાર સાથે મુંબઇના બે શખ્સોએ કરી ૪૬.૨૫ લાખની છેતરપિંડી


SHARE









માળીયા (મી.)માં કારખાનેદાર સાથે મુંબઇના બે શખ્સોએ કરી ૪૬.૨૫ લાખની છેતરપિંડી

માળીયા (મી.) પાસે આવેલ ભીમસર ચોકડી નજીક ફરિયાદીની એરકોન માઇક્રોન્સ પ્રા લી. કંપનીમાંથી માલની ખરીદી કરીને તેમજ કારખાનેદાર પાસેથી હાથ ઉછીના ૭,૧૨,૪૨૨ રોકડા રૂપીયા લઈને પાછા આપ્યા ન હતા જેથી કરીને ભોગ બનેલા કારખાનેદારે હાલમાં માળીયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મુંબઇમાં રહેતા બે શખ્સોની સામે ૪૬,૨૫,૫૫૧ લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે જેથી કરીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ વિજયનગર ગાયત્રી ચોક-૧ પાસે રહેતા નીલેશભાઇ બચુભાઇ ગડારા જાતે પટેલ (૪૩)એ હાલમાં ગુસમહમદખાન ઉફૈ સજ્જનખાન તથા તાહીરા ગુસમહમદખાન રહે- બંન્ને ૩૯૮/બી ગુલાબશાહ એસ્ટેટ ચોથા માળે સી.એસ.ટી રોડ કુપ બસસ્ટોપ પાછળ મુંબઇ વાળાની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી કંડલા નેશનલ હાઇવે ઉપર માળીયા (મી.) પાસે આવેલ ભીમસર ચોકડી નજીક ફરિયાદીની એરકોન માઇક્રોન્સ પ્રા લી. કંપની આવેલ છે જેમાંથી આરોપીઓએ ગત તારીખ ૧૭/૦૬/૨૦૨૧ થી તા.૦૧/૧૦/૨૦૨૧ દરમ્યાન કુલ ૧,૯૯,૮૪,૦૪૯ નો માલ ખરીદી કરીને લીધો હતો અને તેની સામે આરોપીઓએ ૩૯,૧૩,૧૨૯ આપ્યા ન હતા અને ફરીયાદી પાસેથી હાથ ઉછીના ૭,૧૨,૪૨૨ રોકડા રૂપીયા લીધા હતા જે પણ પરત આપ્યા ન હતા આમ કુલ મળીને આરોપીઓએ ૪૬,૨૫,૫૫૧ ન ચુકવીને ફરિયાદી યુવાનની સાથે છેતરપિંડી કરેલ છે જેથી કરીને હાલમાં કારખાનેદારે બે શખ્સોની સામે ૪૬,૨૫,૫૫૧ લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે જેથી કરીને પોલીસે  આઇપીસી કલમ ૪૦૬, ૪૨૦ અને ૧૧૪ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે




Latest News