મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

માળીયા (મી) નજીક હોટલમાંથી તપેલા, થાળી, વટકા, પંચરના મશીન સહિત ૪૪,૫૦૦ ના મુદામાલની ચોરી


SHARE









માળીયા (મી) નજીક હોટલમાંથી તપેલા, થાળી, વટકા, પંચરના મશીન સહિત ૪૪,૫૦૦ ના મુદામાલની ચોરી

માળીયા-જામનગર રોડ ઉપર જસાપર ગામની સીમમાં આવેલ ક્રીષ્ના હોટલમાં ચોરી કરવામાં આવેલ છે અને ચોર ક્રીષ્ના હોટલ ઓસરી અને પંચરની છપરીમાં રાખેલ મુદામાલની ચોરી કરી ગયેલ છે જેથી કરીને થપેલા, થાળી, વટકા, ગ્લાસ, પંચર કરવાનુ મશીન સહિત કુલ મળીને ૪૪૫૦૦ ના મુદામાલની ચોરી કરનારા અજાણ્યા શખ્સની સામે આધેડે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેથી કરીને પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળીયા મિયાણાના જસાપર ગામે રહેતા માવજીભાઇ સુખાભાઇ ચાવડા જાતે આહીર (૫૨) એ હાલમાં માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા.૨૦-૧૧-૨૨ ના રાત્રીના દસેક વાગ્યાથી લઈને તા.૨૧-૧૧=૨૨ ના કલાક ૭ દરમ્યાન કોઈ પણ સમયે અજાણ્યા શખ્સે માળીયા-જામનગર રોડ ઉપર જસાપર ગામની સીમમાં આવેલ ક્રીષ્ના હોટલમાં ચોરી કરેલ છે અને ત્યાં હોટલની ખુલ્લી ઓસરીમા તેમજ પંચરની છપરીમાં રાખેલ એલ્યુમીનીયમના ૫૦ તપેલા જેની કિંમત ૧૦,૦૦૦, સ્ટીલની પંજાબી ૨૫ ડીસ જેની કિંમત ૧૫૦૦, સ્ટીલની ૧૭૫ થાળી જેની કિંમત ૩૦૦૦, સ્ટીલના ૫૦ ગ્લાસ જેની કિંમત ૧૫૦૦, સ્ટીલના ૧૫૦ વાટકા જેની કિંમત ૨૫૦૦, ટીનની ૪ ડોલ જેની કિંમત ૧૦૦૦ તેમજ પંચરની છાપરીમાં રાખેલ પંચર કરવાનુ મશીન જીગરીયુ ૧ જેની કિંમત ૮૦૦૦, ટ્રકની વ્હીલ પ્લેટ હબ સાથે ૪ નંગ જેની કિંમત ૫૦૦૦, લોખંડની સાંકળનુ ટોચન ૧ જેની કિંમત ૫૦૦૦, લોખંડની ચેનલ ૧૭ નંગ જેની કિંમત ૭૦૦૦ આમ કુલ મળીને તસ્કર દ્વારા ૪૪,૫૦૦ ની કિંમતના મુદામાલની ચોરી કરવામાં આવે આવેલ છે જેથી કરીને આધેડે નોંધાવેલ ચોરીની ફરિયાદ આધારે પોલીસે આઇપીસી કલમ ૩૭૯ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News