વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

વાંકાનેરના સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરે ગૌશાળા-જીર્ણોદ્ધારના લાભાર્થે લોક ડાયરો યોજાશે


SHARE









વાંકાનેરના સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરે ગૌશાળા-જીર્ણોદ્ધારના લાભાર્થે લોક ડાયરો યોજાશે

વાંકાનેર નજીક આવેલ સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરની ગૌશાળા અને જીર્ણોદ્ધારના લાભાર્થે ભવ્ય લોક ડાયરોનું આયોજન કરવામાં આવ્યું છે અને આ લોક ડાયરામાં જાણીતા કલાકાર સાગરદાન ગઢવી, પુનમબેન ગોંડલીયા સહિતના જમાવટ કરશે ત્યારે ધર્મપ્રેમી જનતાને ડાયરાને માણવા માટે ટ્રસ્ટીઓ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે 

મોરબી વાંકાનેર વચ્ચે રતન ટેકરી ઉપર બિરાજતા સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ મહિનામાં દેશ-વિદેશના લોકો શિવજીના દર્શન અને પૂજન કરવા માટે આવતા હોય છે જોકે, સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ વાંકાનેર અને ઉત્સવ સમિતિ સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિર દ્વારા ગૌશાળા અને જીર્ણોદ્ધારના લાભાર્થે ભવ્ય લોક ડાયરાનું આગામી તા. ૧૪/૧/૨૦૨૩ ને શનિવારે રાત્રે ૯:૩૦ કલાકે આયોજન કરવામાં આવ્યું છે અને તેના માટે સ્વ. વિજેશભાઈ ડાયાભાઈ દેથરીયા પરિવાર તરફથી આર્થિક સહયોગ આપવામાં આવ્યો છે અને આ ભવ્ય લોક ડાયરામાં ગુજરાતના જાણીતા કલાકાર સાગરદાન ગઢવીનું ગ્રુપ તેમજ પૂનમબેન ગોંડલીયા અને તેના સાજીદાઓ દ્વારા જમાવટ કરવામાં આવશે ત્યારે મંદિરની ગૌશાળા અને મંદિરના જીર્ણોદ્ધારના લાભાર્થી યોજાતા આ લોક ડાયરામાં ધર્મપ્રેમી જનતાને અને દાતાઓને બહોળી સંખ્યામાં હાજર રહેવા અને ડાયરાની મોજ માણવા માટે થઈને ટ્રસ્ટીઓ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે તેવું મંદિરના લઘુ મહંત જિતેન્દ્રભાઈ ત્રિવેદીએ જણાવ્યુ છે




Latest News