મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયત કચેરી ખાતે કેશ ક્રેડિટ કેમ્પમાં ૯૩ સખી મંડળોને ૧૦૨.૯૦ લાખની સહાય અર્પણ


SHARE









મોરબી જિલ્લા પંચાયત કચેરી ખાતે કેશ ક્રેડિટ કેમ્પમાં ૯૩ સખી મંડળોને ૧૦૨.૯૦ લાખની સહાય અર્પણ

સખી મંડળોને મહિલાઓની ઉન્નતિ અને આર્થિક ઉપાર્જન માટેના અગત્યના અભિગમ ગણાવતા જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરાએ જણાવ્યું હતું કે, મહિલાઓ સ્વાભિમાનભેર આગળ વધે અને સમાજમાં પોતાની એક આગવી ઓળખ ઊભી કરે તે માટે સરકાર દ્વારા વિશેષ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેથી વધુને વધુ બહેનો સખી મંડળોમાં જોડાય તો સરકારના આ ઉમદા કાર્યને વેગ મળશે. વિશેષમાં તેમણે સખી મંડળોના તમામ પ્રશ્નો અને સમસ્યાઓ નિવારવા તત્પરતા દાખવી હતી.

રાષ્ટ્રીય આજીવિકા મિશન યોજના અંતર્ગત  સ્વ સહાય જૂથ હેઠળ સંગઠિત બનેલી બહેનોની આર્થિક પ્રવૃત્તિને વેગવંતી બનાવવા કેશ ક્રેડીટ આપવામાં આવે છે. જે અન્વયે મોરબી જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરાના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના હેઠળ કેશ ક્રેડીટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ૫૦ સખી મંડળોને ૬૭.૧૦ લાખની સી.સી. લોન, ૨૧ સખી મંડળોને ૬.૩૦ લાખ રૂપિયાના ચેક રિવોલ્વીંગ ફંડ તરીકે તથા ૨૨ સખી મંડળોને સી.સી.આઈ.એફ. તરીકે ૨૯.૫૦ લાખ રૂપિયાના ચેક એમ કુલ ૯૩ સખી મંડળોને કુલ ૧૦૨.૯૦ લાખની સહાય અર્પણ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન કરતા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ. ગઢવીએ જણાવ્યું હતુ કે, મહિલાઓની અંદરની પ્રતિભાને ખીલવવા અને તેમને સ્વનિર્ભર બનાવવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજના અમલી બનાવવામાં આવી છે. આભારવિધિ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના રીટાબેન એ કરી હતી. આ તકે સખી મંડળો સાથે ચર્ચા-વિચારણા કરી વિચારોની આપ-લે કરી હતી. સખી મંડળો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનોનું નિરાકરણ કરી વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને આ તકે જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન હંસાબેન પારેઘી,  અગ્રણી જીજ્ઞેશભાઈ કૈલા, મંજુલાબેન ચૌહાણ, લીડ બેંકના મેનેજર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં લાભાર્થી બહેનો ઉપસ્થિત રહ્યા હતા




Latest News