મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબીના જોધપર ગામે ઝાડ ઉપર લટકી જઈને યુવાને જીવન ટૂંકાવ્યું


SHARE









મોરબીના જોધપર ગામે ઝાડ ઉપર લટકી જઈને યુવાને જીવન ટૂંકાવ્યું

મોરબી તાલુકાના જોધપર ગામે ઝાડ ઉપર લટકી જઈને શ્રમિક યુવાને આપઘાત કર્યો હતો જે બનાવવાની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને યુવાનના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમમાં લઈ જવામાં આવ્યો હતો જેથી હાલમાં આ બનાવની મોરબી તાલુકા પોલીસે નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે 

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ યુપીના દેવરીયા જિલ્લાના સીરવાનીયા ગામના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના જોધપર ગામની સીમમાં આવેલ કાલ શિવ સેતુ પોલીપેક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા શંકરભાઈ નમીભાઈ શાહની જાતે માછીમાર (ઉંમર ૨૦) એ જોધપર ગામે મનસુખભાઈ નથુભાઈ પટેલના મકાનની સામે સરકારી ખરાબમાં આવેલ લીમડાના ઝાડ ઉપર લટકી જઈને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને આ અંગેની જાણ હેમમાં જ રહેતા જયેશભાઈ ભુરાભાઈ હોથી જાતે પટેલ (૪૦) એ મોરબી તાલુકા પોલીસને કરી હતી અને મૃતકના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો જેથી કરીને મોરબી તાલુકા પોલીસે આપઘાતના આ બનાવની નોંધ કરીને યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરેલ છે




Latest News