મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

હળવદના ટીકર ગામે ભત્રીજાએ પટેલની દીકરી સાથે પ્રેમલગ્ન કરતાં ચાર શખ્સોએ કાકાને માર માર્યો


SHARE









હળવદના ટીકર ગામે ભત્રીજાએ પટેલની દીકરી સાથે પ્રેમલગ્ન કરતાં ચાર શખ્સોએ કાકાને માર માર્યો

હળવદ તાલુકાના ટીકર ગામે રહેતા યુવાનના ભાઈના દીકરાએ પટેલની દીકરી સાથે ભાગીને પ્રેમલગ્ન કર્યા છે તે બાબતનો ખાસ રાખીને યુવાન ટીકર ગામે પંચાયત ઓફિસ પાસે બેઠો હતો ત્યારે ચાર શખ્સોએ લાકડીના ધોકા વડે તેને હાથે પગે માર માર્યો હતો અને તેના ભાભીને પણ માર માર્યો હતો જેથી બંને ઇજાગ્રસ્તોને સારવારમાં લાવ્યા હતા અને વધુ ઈજા હોવાથી યુવાનને મોરબી સારવારમાં લઈ જવામાં આવ્યો હતો અને સારવાર લીધા બાદ યુવાને હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના ટીકર ગામે આવેલ ગ્રામ પંચાયતની ઓફિસ પાસે દિલીપભાઈ હરજીવનભાઈ ચૌહાણ જાતે દલવાડી (૪૦) બેઠા હતા ત્યારે તેને રાજેશભાઈ બાલાભાઈ એરવાડીયા, મહેશભાઈ ઈશ્વરભાઈ દેથરીયા, અલ્પેશભાઈ હીરજીભાઈ ગોઠી અને હેમાંશુભાઈ શાંતિલાલ એરવાડિયા રહે. બધા ટીકર વાળાએ લાકડાના ધોકા વડે હાથે પગે અને માથામાં માર માર્યો હતો તેમજ ઢીકા પાટુનો માર મારીને ભૂંડા બોલી ગાળો આપી હતી અને આ સમયે તેને બચાવવા માટે વચ્ચે પડેલા તેના ભાભી પૂજાબેન ડાયાભાઈને પણ લાફા અને ઢીકાપાટૂનો માર મારીને ઇજા કરી હતી જેથી કરીને ભોગ બનેલ યુવાન તથા તેના ભાભીને ૧૦૮ મારફતે સારવાર માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જ્યાં મહિલાને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને યુવાનને વધુ ઈજા થયેલ હોવાથી તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જ્યાં સારવાર લીધા બાદ યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણ જણાવ્યું છે કે તેઓના મોટાભાઈના દીકરા રવિએ પટેલની દીકરી સાથે ભાગીને પ્રેમલગ્ન કરેલ છે જેનો ખાર રાખીને તે ગ્રામ પંચાયત ઓફિસ પાસે બેઠો હતો ત્યારે ચારેય શખ્સોએ તેને માર માર્યો છે અને ઝઘડો કરીને જેમ ફાવે તેમ ગાળો આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને ચારેય આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News