હળવદના માથક ગામે ઘરની પાછળથી છ બોટલ દારૂ ઝડપાયો, બુટલેગરની શોધખોળ
SHARE
હળવદના માથક ગામે ઘરની પાછળથી છ બોટલ દારૂ ઝડપાયો, બુટલેગરની શોધખોળ
હળવદ તાલુકાના માથક ગામે રહેણાક મકાનની પાછળ બાવળની જાળીમાં ખુલી જગ્યામાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની છ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧૮૦૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી હાજર ન હોવાથી તેની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના માથક ગામે રહેતા રમેશભાઈ અમરશીભાઈ દેગામા જાતે કોળીના રહેણાંક મકાનની પાછળના ભાગમાં બાવળની જાળીમાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી દારૂની છ બોટલો મળી આવી હોય પોલીસે ૧૮૦૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને રમેશભાઈ દેગામા હાજર મળી આવ્યા ન હોવાથી હાલમાં પોલીસે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેની સામે પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનો નોંધીને તેને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે
એક બોટલ દારૂ
વાંકાનેર તાલુકાની જામસર ચોકડીથી જામસર ગામ તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થતા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હોય પોલીસે ૩૨૦ ની કિંમતની દારૂની બોટલ કબજે કરીને રમેશભાઈ ધીરુભાઈ બારૈયા જાતે કોળી (૨૯) રહે. સમથેરવા તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે
દેશી દારૂ
હળવદ તાલુકાના નવા સુંદરગઢ ગામની સીમમાં રઘાભાઈ સવાભાઈ ચરમારીના વાડીના શેઢે બાવળની જાળીમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૬૦૦ લિટર આથો, ૬૫ લિટર તૈયાર દેશી દારૂ, ગેસનો બાટલો, ગેસનું બર્નર, ગેસની નળી વગેરે મળીને પોલીસે ૫૧૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ માલ છેલાભાઈ ભરતભાઈ ઝિંઝવાડીયા જાતે કોળી રહે. નવા સુંદરગઢ વાળાનો હોવાનું સામે આવતા તેની સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે









