મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

દૂધના મશીનની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ: દારૂની ૮૧૯૬ બોટલ સહિત ૪૪.૯૬ લાખના મુદામાલ સાથે એક પડકાયો


SHARE









દૂધના મશીનની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ: દારૂની ૮૧૯૬ બોટલ સહિત ૪૪.૯૬ લાખના મુદામાલ સાથે એક પડકાયો

મોરબી જીલ્લામાં અગાઉ દૂધના કન્ટેનરમાં દારૂની હેરફેરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું તેવામાં હાલમાં મોરબી જિલ્લાના હળવદ તાલુકાનાં ઢવાણા ગામના પાટીયા પાસેથી પસાર થતાં ટ્રકને રોકીને એલસીબીની ટીમે ચેક કર્યો હતો ત્યારે તે ટ્રકમાં લઈ જવામાં આવતા અમુલ દૂધના ફિલ્ટર મશીનમાંથી દારૂની ૮૧૯૬ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૩૪,૮૭,૦૨૦ નો દારૂ તેમજ અન્ય મુદામાલ મળીને કુલ ૪૪,૯૬,૩૬૦ ના મુદામાલ સાથે એક આરોપીની ધરપકડ કરેલ છે અને હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશને દારૂ મોકલાવનાર, દારૂ મંગાવનાર, ટ્રકનો માલિક અને દારૂ ભરી આપનારા સામે ફરિયાદ નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મોરબી જીલ્લામાં દારૂની બદીને ડામવા માટે એસપી રાહુલ ત્રિપાઠીની સૂચના મુજબ એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ કે.જે.ચૌહાણ અને તેની ટીમ કામ કરી રહી છે ત્યારે એલસીબીના રામભાઇ મંઢ, નિરવભાઇ મકવાણા, સંજયભાઇ રાઠોડ, ભગીરથસિંહ ઝાલા, ભરતસિંહ ડાભીને સયુંકતમાં ખાનગી રાહે હકિકત મળેલ હતી કે, અમદાવાદથી ધ્રાંગધ્રા તરફ એક ટાટા ટ્રક નં આરજે ૧૯ જી ૦૯૧૯ વાળી હળવદ-માળીયા હાઇવે રોડ ઉપર આવી રહી છે જે ગાડીના ઠાઠામાં દુધના ફીલ્ટર મશીનની આડમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે. જેથી કરીને મળેલ બાતમી વાળો ટ્રક હળવદના ઢવાણા ગામના પાટીયા પાસેથી પસાર થયો હતો ત્યારે તેને રોકીને ચેક કરવામાં આવ્યો હતો તે સમયે ટ્રકમાં અમુલ કંપનીનું દૂધનું ફિલ્ટર મશીન લઈને જતાં હતા તે મશીનને ચેક કરવામાં આવતા તેમાથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો

હાલમાં હળવદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન એક્ટ મુજબ ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં જણાવ્યૂ છે કે, હળવદના ઢવાણા ગામના પાટીયા પાસેથી પસાર થતાં ટ્રકને રોકીને ચેક કરતાં તેમાંથી દારૂની જુદીજુદી બ્રાન્ડની કુલ મળીને ૮૧૯૬ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૩૪,૮૭,૦૨૦ નો દારૂ તેમજ અન્ય મુદામાલ મળીને કુલ ૪૪,૯૬,૩૬૦ ના મુદામાલ સાથે કૈલાશભાઇ મદનસીંગ નેહરા જાતે જાટ (૨૧) રહે. સીવકર (રામપુરા) જિલ્લો બાડમેર (રાજસ્થાન) વાળની ધરપકડ કરેલ છે અને ટ્રકમાં દારૂનો જથ્થો પ્રકાશભાઇ જાખડ રહે. સરલી જીલ્લો બાડમેર (રાજસ્થાન) વાળા ભરી આપ્યો હતો જેથી તેની સામે તેમજ માલ મોકલાવનાર, મંગાવનાર અને ટ્રકના માલિકની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે




Latest News