દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર પાસે કારખાના નજીક જુગાર રમતા ચાર પકડાયા


SHARE









મોરબીના રફાળેશ્વર પાસે કારખાના નજીક જુગાર રમતા ચાર પકડાયા

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામની સીમમાં કૈલાસ નળીયાના કારખાના પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની સ્થાનિક પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ત્યાં જુગાર રમતા ચાર શખ્સો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૨૫,૮૦૦/- ના મુદ્દામાલ સાથે જુગારીઓને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એ.વાળાની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે ત્યારે સ્ટાફના દિનેશભાઇ બાવળીયા તથા રમેશભાઇ મુંધવાને મળેલ બાતમી હકીકત આધારે પીએસઆઈ વી.જી.જેઠવા અને તેની ટીમે મોરબી તાલુકાના રફાળેશ્વર ગામની સીમમાં કૈલાસ નળીયાના કારખાના પાસે ખુલ્લી જગ્યામાં જુગારની રેડ કરી હતી ત્યારે જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમો મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડ ૨૫,૮૦૦ ના મુદ્દામાલ સાથે પારસ ઉર્ફે સુલતાન ગીરધાભાઇ વાધેલા (૨૩) રહે રફાળેશ્વર, ગોવિંદભાઇ ગોરધનભાઇ સનુરા (૩૩) રહે. રફાળેશ્વર, પ્રેમલભાઇ કરશનભાઇ મકવાણા (૩૬) રહે. જેપુર અને નાનજીભાઇ જીવણભાઇ કુંવરીયા (૪૨) રહે. રફાળેશ્વર વાળાની ધરપકડ કરેલ છે




Latest News