મોરબી ફાયરની ટીમે રાત્રે ૧૨ વાગ્યે મહેન્દ્રનગર નજીક લીફ્ટમાં ફસાયેલા છ લોકોનું કર્યુ રેક્સ્યું મોરબીમાં વૈભવ હોટલ નીચે આવેલ ઓફિસમાં જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા મોરબીના ટિંબડી નજીક લેબર કોલોનીમાં પગથિયાં ઉપરની લપસી પડતાં ઇજા પામેલા યુવાનનું મોત: બેલા નજીક કારખાનામાં શૉટ લગતા યુવાનનું મોત ટંકારાના સરાયા ગામ પાસે કૂવાના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત તું અમને જોઈતી નથી અને તને રાખવી નથી તેવું પતિએ કહેતા ટંકારામાં પરિણીતા એસિડ પી ગઈ: 5 સામે ફરિયાદ વાંકાનેરના સરધારકા ગામે ઘેટા બકરાને કેમ ચલાવતો નથી કહીને આધેડને પાઇપ વડે માર માર્યો જમીન કૌભાંડ: હળવદના કાવડિયા ગામે 1990 માં અવસાન પામેલા અપરણિત વૃદ્ધની 2025 માં પૌત્રી પ્રગટ થઈ ! મોરબીમાં મહિલાની સાથે માથાકૂટ કરીને ઝાપટો મારીને હાથની આંગળીમાં બચકું ભરી લીધું
Breaking news
Morbi Today

મોરબીના ગાળા પાસે કારખાનાના લેબર ક્વાર્ટરની છત ઉપરથી નીચે પડતાં યુવાનનું મોત


SHARE







મોરબીના ગાળા પાસે કારખાનાના લેબર ક્વાર્ટરની છત ઉપરથી નીચે પડતાં યુવાનનું મોત

મોરબી તાલુકાના ગાળા ગામના પાટીયા પાસે આવેલ કારખાનામાં લેબર ક્વાર્ટરની છત ઉપરથી યુવાન નીચે પડ્યો હતો જેથી માથામાં ઇજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો જેથી કરીને અકસ્માત મૃત્યુના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના ગાળા ગામના પાટીયા પાસે આવેલ એન્ટેનોવા ટાઇલ્સ પ્રાઇવેટ લિમિટેડ નામના કારખાનામાં લેબર કવાર્ટરમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો હિતેશભાઈ વેસ્તાભાઈ ગાડરીયા (૨૫) નામનો યુવાન લેબર ક્વાર્ટરની છત ઉપર હતી ત્યારે છત ઉપરથી નીચે પટકાતા તેને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને તેનું મૃત્યુ નિપજતા તેના ડેડબોડીને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

મારા મારીમાં ઇજા

મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં દાહોદના રહેવાસી નરેશભાઈ બાલીભાઈ ભીલ (૨૧) નામના યુવાનને ઈજા થઈ હતી જેથી આ યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News