મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબી : સીરામીક સીટીના ફલેટમાં ક્રિકેટ સટ્ટાનો અખાડો ચલાવતા ૮ શખ્સો ૨.૩૦ લાખના મુદામાલ સાથે પકડાયા : બે મુખ્ય સૂત્રધારોની શોધખોળ


SHARE









મોરબીમાં સીરામીક સીટી ફલેટમાં ક્રિકેટ સટ્ટાનો અખાડો ચલાવતા ૮ શખ્સો ૨.૩૦ લાખના મુદામાલ સાથે પકડાયા: બે મુખ્ય સૂત્રધારોની શોધખોળ

મોરબીના લાલપર ગામ પાસે આવેલ સીરામીક સીટી ખાતે ફલેટમાં ક્રિકેટ સટ્ટાની એલસીબીની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે ફ્લેટમાં મોબાઇલ, લેપટોપ મારફતે ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમતા આરોપીઓ મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે મધ્ય પ્રદેશ રાજયના આઠ આરોપીઓને રોકડા રૂપીયા ૫,૨૦૦ તેમજ લેપટોપ, મોબાઇલ ફોન મળી કુલ ૨,૩૦,૨૦૦ ના મુદામાલ સાથે ઝાડી લીધેલ છે અને તેની પાસેથી વધુ શખ્સનાં નામ સામે આવેલ છે જેથી કરીને પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મોરબી જિલ્લાના એસપી રાહુલ ત્રિપાઠીની સૂચના મુજબ એલસીબીની ટીમ કામ કરી રહી છે ત્યારે એલસીબીના પીઆઇ ડી.એમ ઢોલ સહિતની ટીમ દ્વારા દારૂ, જુગાર સહિતના દુશનોને ડામવા માટે કવાયત કરવામાં આવતી હોય છે તેવામાં એલ.સી.બી.ના જયવંતસિંહ ગોહીલ, પૃથ્વીરાજસિંહ જાડેજા તથા નંદલાલ વરમોરાને હકીકત મળેલ હતી કે, ચેતન કિશોરભાઇ પલાણ અને આશીષ વાસવાણી સાથે મળી બહારથી માણસો બોલાવી કોમ્પ્યુટર, લેપટોપ, મોબાઇલ ફોન મારફતે ચેતનભાઇ પલાણના મોરબી નજીક આવેલ સીરામીક સીટીના એપાર્ટમેન્ટમાં ફલેટ નં-૭૦૪ માં ઓનલાઇન જુદી જુદી રમતો ક્રીકેટ, ફુટબોલ, હોકી જેવી રમતોમાં ઓનલાઇન સટ્ટો રમાડી જુગારનો અખાડો ચલાવે છે.

ત્યારે ગઇકાલે ભારત અને શ્રીલંકા વચ્ચે ચાલતી વનડે ક્રિક્રેટ સીરીજની ક્રિક્રેટ મેચ ઉપર પોતાના અંગત ફાયદા સારૂ ક્રિક્રેટ સટ્ટાનો ઓનલાઇન જુગાર રમાડતા હતા અને જુદા જુદા ગ્રાહકો સાથે હાર જીતની તથા રનફેર ઉપર જુગાર રમી રમાડતા હતા જેથી કરીને એલસીબીની ટીમે સીરામીક સીટીમાં આવેલ એપાર્ટમેન્ટના ફલેટ નં- ૭૦૪ માં રેઇડ કરી હતી ત્યારે ત્યાંથી ૮ ઇસમો દોઢ લાખની કિંમતના પાંચ લેપટોપ, ૭૫૦૦૦ ની કિંમતના ૧૫ મોબાઇલ તથા રોકડા રૂપીયા ૫,૨૦૦ આમ કુલ મળીને ૨,૩૦,૨૦૦ ના મુદામાલ સાથે મળી આવ્યા હતા જેથી કરીને તેને પકડવા માટે આવેલ છે અને આ આરોપીઓની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ ગુનો નોંધવામાં આવેલ છે અને તેની પાસેથી જે બે શ્ખ્સોના નામ સામે આવ્યા હતા તે હાજર ન હોવાથી પોલીસે તેની સામે પણ ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

હાલમાં જે આરોપીને પકડવામાં આવેલ છે તેમાં સુધાનશુ જગદીશ નાથાણી જાતે સીંધી ઉ.વ. ૨૨ રહે. મુળ ગામ સીહોર બસ સ્ટેન્ડની બાજુમાં કેનરાબેંકની બાજુમાં જયંતીકોલોની મકાન નં-૨૪૬ તા.જી. સીહોર (એમ.પી.), આકાશ દીલીપભાઇ ગુનવાની જાતે સિંધી ઉ.વ. ૨૫ રહે. મુળ ગામ બુરહાનપુર સીંધી કોલોની માનાકેમ્પ થાના લાલબાગ તા.જી.બુરહાનપુર (એમ.પી.), સાગર રમેશ અડવાણી જાતે સીંધી ઉ.વ. ૧૯ રહે. મુળ ગામ બુરહાનપુર સીંધ્ધી કોલોની માનાકેમ્પ થાના લાલબાગ તા.જી.બુરહાનપુર (એમ.પી.), રોહીત પ્યારેલાલ મીણા ઉ.વ. ૨૨ રહે. મુળ ગામ મીટુખેડી ગામ રામમંદિરની પાછળ તા.સાહમપુર જી. સીહોર (એમ.પી.), સંજય ગોપીલાલ લોઢી જાતે પટેલ ઉ.વ. ૨૨ રહે. મુળ ગામ મઝહગવા વોર્ડ નં-૮ મકાન નં- ૨૬/૩ પોસ્ટ ડાંગ તા.રીઠ્ઠી જી.કટની (એમ.પી.), અશોક રૂપલાલ લોઢી જાતે પટેલ ઉ.વ. ૨૪ રહે. મુળ ગામ મઝહગવા વોર્ડ નં-૧૦ પોસ્ટ ડાંગ તા.રીઠ્ઠી જી.કટની (એમ.પી.), શેરૂસીંગ જયસીંગ સુર્યવંશી જાતે અનુ.જાતી. ઉ.વ. ૨૦ રહે. મુળ ગામ કાકરખેડા ઇચ્છાવર ચોકડીની બાજુમાં તા. ઇચ્છાવર જી. સીહોર (એમ.પી.) અને નીતેશ લક્ષ્મણસીંગ સેન જાતે વાણંદ ઉ.વ. ૨૨ રહે.મુળ ગામ ખજુરીયાકલા રામ મંદિરની બાજુમાં તા.સાહમપુર જી. સીહોર (એમ.પી.) વાળાનો સમાવેશ થાય છે અને જે આરોપીને પક્દ્વના બાકી છે તેમાં ચેતનભાઇ કિશોરભાઇ પલાણ રહે. મોરબી અને આશીષ વાસવાણી રહે. ભોપાલ બેરાગઢ (એમ.પી.) વાળાનો સમાવેશ થાય છે આ કામગીરી એલસીબીના પીઆઇ ડી.એમ.ઢોલની સૂચન મુજબ પીએસઆઈ કે.જે.ચૌહાણ, એન.એચ.ચુડાસમા અને એ.ડી.જાડેજા સહિતની ટીમે કરી હતી.




Latest News