મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

પોલીસનો ડર કયાં..? : મોરબીના બૌદ્ધનગરમાં અહિયાં કેમ ઊભા છો તેવું પૂછતાં યુવાન ઉપર બે શખ્સોએ કર્યો છરી વડે હુમલો..!


SHARE









પોલીસનો ડર કયાં..? : મોરબીના બૌદ્ધનગરમાં અહિયાં કેમ ઊભા છો તેવું પૂછતાં યુવાન ઉપર બે શખ્સોએ કર્યો છરી વડે હુમલો..!

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં નજરબાગ રોડ ઉપર આવેલ બૌદ્ધનગર સોસાયટીમાં રહેતા યુવાનના ઘર પાસે તેનું બાઇક પાર્ક કરેલ હતું તેમાં બે શખ્સો છેડછાડ કરતાં હતા જેથી કરીને અહીંયા કેમ ઊભા છો તેમ કહેતા આરોપીઓને સારું લાગ્યું ન હતું જેથી કરીને ગાળો આપી હતી અને ત્યારે યુવાને ગાળો આપવાની ના કહેતા રોષે ભરાયેલા શખ્સો દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને યુવાનને છરી વડે બંને શખ્સો દ્વારા મોઢા, માથા અને ગળાના ભાગે ઇજા કરવામાં આવી હતી જેથી કરીને ઇજાગ્રસ્ત યુવાનને સારવાર લીધા બાદ હાલમાં બે શખ્સોની સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરમાં નજરબાગ રોડ ઉપર રેલવે સ્ટેશનની સામેના ભાગમાં આવેલ બૌદ્ધનગર સોસાયટીમાં રહેતા સુરેશભાઈ ખાનાભાઈ પરમાર (૩૩) એ હાલમાં અક્ષય ઉર્ફે કાનો રતિલાલ મકવાણા તેમજ નિલેશ જયેશભાઈ મકવાણા રહે બંને બોધનગર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે પોતાના ઘર પાસે તેણે પોતાનું બાઈક ઉભું રાખ્યું હતું ત્યારે બંને આરોપીઓ તેના બાઈક પાસે ઉભા હતા અને બાઈકમાં છેડછાડ કરતા હતા જેથી આરોપીઓને અહીંયા કેમ ઊભા છો તેવું યુવાને પૂછયુ હતું તે આરોપીઓને સારું ન લાગતા આરોપીઓએ તેને ગાળો આપી હતી અને ત્યારે ફરિયાદી ગાળો આપવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલા બંને શખ્સોએ છરી વડે યુવાન ઉપર હુમલો કર્યો હતો અને ત્યારે અક્ષય ઉર્ફે કાનો મકવાણાએ ફરિયાદી યુવાનને છરી વડે મોઢાના ભાગે ઇજા કરી હતી અને નિલેશ મકવાણાએ છરી વડે તેને માથા અને ગળાના ભાગે ઇજાઓ કરી હતી જેથી કરીને ઈજાગ્રસ્ત યુવાનને સારવારમાં લઈને આવ્યા હતા અને ત્યારબાદ યુવાને બંને શખ્સની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News