મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

હળવદના કવાડિયા ગામે શેરીમાં ગાળો બોલવાની ના કહેતી મહિલા સહિતના લોકોને સાત શખ્સોએ માર માર્યો: એકની ધરપકડ, છની શોધખોળ


SHARE









હળવદના કવાડિયા ગામે શેરીમાં ગાળો બોલવાની ના કહેતી મહિલા સહિતના લોકોને સાત શખ્સોએ માર માર્યો: એકની ધરપકડ, છની શોધખોળ

હળવદના કવાડિયા ગામે શેરીમાં ઊભા રહીને એક શખ્સ બીજી વ્યક્તિને ગાળો આપતો હતો જેથી કરીને મહિલાએ તેને ગાળો બોલવાની ના પાડી હતી ત્યારે ગાળો બોલનાર શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો અને તેને મહિલાને ગાળો આપીને છૂટા પથ્થરનો ઘા કરીને ઇજા કરી હતી અને ત્યારબાદ પાઇપ વડે તેને માર માર્યો હતો અને તે મહિલાને બચાવવા માટે થઈને અન્ય વ્યક્તિઓ વચ્ચે પડતા તેને પણ માર માર્યો હતો જેથી હાલમાં ભોગ બનેલ મહિલા દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ૭ શખ્સોની સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે હાલમાં એક આરોપીની ધરપકડ કરેલ છે અને અન્ય આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના કવાડિયા ગામે રહેતા દૂધીબેન હનુભાઈ સિહોરા જાતે કોળી (૪૨) એ વિશાલ અરજણભાઈ ચારોલા, અમિત અરજણભાઈ ચારોલા, અરજણભાઈ શંકરભાઈ ચારોલા, અજીતભાઈ ઘનશ્યામભાઈ કોળી, નિલેશભાઈ મશરૂભાઈ કોળી, અશ્વિનભાઈ તીકુભાઈ કોળી અને રમેશભાઈ રણછોડભાઈ કોળી રહે. બધા કવાડિયા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપી વિશાલ ચારોલા તેઓની શેરીમાં ઊભા રહીને વિનુભાઈ દેવીપૂજકને ગાળો આપતો હતો ત્યારે ફરિયાદી દૂધીબેને તેને ગાળો બોલવાની ના પાડી હતી જેથી વિશાલ ઉશ્કેરાઈ ગયો હતો અને દુધીબેનને ગાળો આપીને છૂટા પથ્થર મારી માથામાં ઇજા કરી હતી તેમજ હાથમાં ધોકો અને પાઇપ લઈને આવીને બોલાચાલી કરી ઝઘડો કરીને ધોકા અને પાઇપ વડે જમણા કાન ઉપર માથામાં માર માર્યો હતો અને ત્યારે કિશનભાઇ તેને બચાવવા માટે પડતા તેને અજીતભાઈ કોળીએ માથામાં પાઇપ વડે માર માર્યો હતો અને અન્ય સાહેદો આ બંને વ્યક્તિઓને છોડાવવા માટે વચ્ચે આવતા તેને પણ નિલેશભાઈ કોળી અને રમેશભાઈ કોળીએ ગાળો આપીને છૂટા પથ્થરના ઘા કરીને માર માર્યો હતો જેથી ભોગ બનેલા દૂધીબેન શિહોરા દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં પોલીસે અશ્વિનભાઈ તીકુભાઈ કોળી નામના એક આરોપીની ધરપકડ કરેલ છે અને બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલુ છે.




Latest News