મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

હળવદના અજીતગઢ ગામે ઝેરી દવા પી મહિલાએ જીવન ટૂંકાવ્યું


SHARE









હળવદના અજીતગઢ ગામે ઝેરી દવા પી મહિલાએ જીવન ટૂંકાવ્યું

હળવદ તાલુકાના અજીતગઢ ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતી મહિલા કોઈ કારણોસર ઝેરી દવા પી જતાં તેને સારવાર માટે હળવદની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું જેથી આપઘાતના આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના અજીતગઢ ગામની સીમમાં મિલનકુમાર ચતુરભાઈની વાડીએ રહીને મજૂરી કામ કરતી મનીષાબેન ચીમાભાઇ આદિવાસી (૨૦) નામની મહિલા કોઈ કારણોસર વાડીએ હતી ત્યારે ત્યાં ઝેરી દવા પી ગઈ હતી જેથી તેને ઝેરી અસર થઈ હોવાથી તાત્કાલિક સારવાર માટે હળવદની શ્રીજી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજયું હતું જેથી કરીને આપઘાતના આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને મૃતકના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા આ બનાવવાની હળવદ તાલુકા પોલીસે નોંધ કરીને મહિલાએ કયા કારણોસર આપઘાત કરેલ છે તે દિશામાં આગળની તપાસ શરૂ કરી છે




Latest News