મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

હળવદમાં સફાઈ કામ બાબતે યુવાનને જ્ઞાતિ પ્રત્યે હડધુત કરનાર સામે ગુનો નોંધાયો


SHARE









હળવદમાં સફાઈ કામ બાબતે યુવાનને જ્ઞાતિ પ્રત્યે હડધુત કરનાર સામે ગુનો નોંધાયો

હળવદમાં બસ સ્ટેન્ડ પાસે વાલ્મિકી વાસમાં રહેતા યુવાનને શાકમાર્કેટમાં અને શાકભાજીના થડા પાસે સફાઈ કરવા બાબતે બોલાચાલી કરી ઝઘડો કરીને જ્ઞાતિ પ્રત્યે હડધુત કરવામાં આવ્યો હતો અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલ યુવાન દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે હળવદમાં બસ સ્ટેશન પાછળ આવેલ વાલ્મિકી વાસમાં રહેતા નરેશભાઈ ઉર્ફે અતુલભાઇ ભગાભાઈ રાઠોડ (ઉંમર ૪૦)એ હાલમાં નિઝામ ઉર્ફે નાનકા મેહબૂબ ઉર્ફે મેબાભાઈ મન્સૂરી રહે જંગરીવાસ મોટા ફરીયા હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે હળવદ શાકમાર્કેટમાં તેમજ શાકભાજીના થડા પાસે સફાઈ કરવા બાબતે આરોપીએ બોલાચાલી કરી હતી અને ફરિયાદી યુવાનને જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી કરીને યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News