મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

હળવદ પંથકમાં બોર્ડની પરીક્ષા આપવા ગયેલ સગીરાને પરણિત યુવાન ભગાડી ગયો


SHARE









હળવદ પંથકમાં બોર્ડની પરીક્ષા આપવા ગયેલ સગીરાને પરણિત યુવાન ભગાડી ગયો

હાલમાં બોર્ડની પરિક્ષા ચાલી રહી છે ત્યારે હળવદના ગ્રામ્ય પંથકમાં રહેતા પરિવારની સગીર વયની દીકરી ધો. ૧૦ ની પરીક્ષા આપવા માટે ગઇ હતી ત્યારે તેને લલચાવી ફોસલાવીને પરણિત યુવાન ભગાડી ગયો છે જેથી કરીને હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ હળવદના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરી ધો. ૧૦ ની પરીક્ષા આપવા માટે ગઈ હતી ત્યારે હળવદ તાલુકાનાં સુંદરગઢ ગામે રહેતો પરણિત યુવાન ખોડા કાનજીભાઈ ખાભડીયા તે સગીરાને લગ્નની લાલચ આપીને લલચાવી ફોસલાવીને અપહરણ કરીને લઈ ગયેલ છે જેથી કરીને સગીરાના પરિવારજન દ્વારા સુંદરગઢ ગામે રહેતા શખ્સની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેથી પોલીસે સગીરાને શોધવા માટે અને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, હાલમાં બોર્ડની પરીક્ષા ચાલુ છે ત્યારે બોર્ડની પરીક્ષા આપવા ગયેલ સગીરાનું અપહરણ કરીને તેની કારકિર્દી પણ આ શખ્સ દ્વારા બગાડવામાં આવી છે




Latest News