મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

હળવદની સરા ચોકડી નજીકના દબાણ દુર કરવા કલેકટરની અધિકારીઓને તાકીદ


SHARE









હળવદની સરા ચોકડી નજીકના દબાણ દુર કરવા કલેકટરની અધિકારીઓને તાકીદ

મોરબી જિલ્લા કલેક્ટર જી.ટી.પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરીના સભા ખંડમાં સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી જેમાં દરેક વિભાગના અધિકારીઓએ હાજર રહ્યા હતા

આ સંકલન બેઠકમાં કલેકટરએ સંભવિત હીટ વેવને ધ્યાનમાં લઇને અરજદારો માટે કચેરીમાં બેસવાની તેમજ પીવા માટે ઠંડા પાણીની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. સરા ચોકડીથી હાઇવે તરફ આગળ જતાં રોડની બન્ને બાજુથી દબાણ દુર કરવા તેમજ ‘સુજલામ સુફલામ’, ‘અમૃત સરોવર’, અને ‘ઇ-શ્રમ કાર્ડ’ વગેરે યોજનાઓ અન્વયે સંબંધિત વિભાગોને યોગ્ય કામગીરી હાથ ધરવા જણાવ્યું હતું. ઉપરાંત જિલ્લાના આરોગ્ય કેન્દ્રો ખાતે દવાનો પુરતો જથ્થો તથા ડૉકટરની ઉપલબ્ધતા મળી રહે તે મુદ્દા પર ખાસ ભાર મૂકી વિશેષ કામગીરી કરવા પણ તેમણે જણાવ્યું હતું. આ સંકલન બેઠકનું સંચાલન એન.કે. મુચ્છાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા ડીડીઓ પરાગ ભગદેવ,  ડીવાયએસપી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક, ડેપ્યુટી કલેક્ટર સહિતના જુદાજુદા વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા




Latest News