મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર યુવાનને અજાણ્યા શખ્સે છરીનો જીવલેણ ઘા ઝીક્યો


SHARE









મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર ફૂટપાથમાં રાખવામાં આવેલ લારી પાસે યુવાનને કોઈ અજાણ્યા શખ્સ દ્વારા પડખાના ભાગે છરીનો ઘા ઝીકી દીધો હતો જેથી કરીને ઇજાગ્રસ્ત હાલતમાં તે યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીમાં છેલ્લા દિવસોમાં જીવલેણ હુમલાના બનાવો વધી રહ્યા છે અને પોલીસના અસ્તિત્વ સામે સવાલો ઉઠી રહ્યા હોય તેવો ઘાટ હાલમાં મોરબી શહેરની અંદર જોવા મળી રહ્યો છે શહેરના જુદા જુદા વિસ્તારોની અંદર છરી અથવા તો તીક્ષણ હથિયાર વડે જીવલેણ હુમલા કરવામાં આવ્યા હોય તેવી ઘટનાની સહી હજુ સુકાઈ નથી ત્યાં મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર ફૂટપાથ પર રાખવામાં આવેલ લારીની બાજુમાં બેઠેલ યુવાનને કોઈ અજાણ્યા શખ્સ દ્વારા પડખાના ભાગે છરીનો ઊંડો ઘા ઝીકી દેવામાં આવ્યો હતો જેથી કરીને લોહી નીકળતી હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં મળતી માહિતી મુજબ ઈજા પામેલ યુવાનનું નામ રમેશ ખુરમભાઈ (૪૫) છે જોકે તેને કોણે છરી મારી છે અને શા માટે છરી મારી હતી તે દિશામાં હાલમાં તપાસ ચાલી રહી છે

 

 




Latest News