મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીની ગિરિરાજ સોસાયટીમાં ઘરે ઝેરી દવા પી ગયેલ પરણીતાનું રાજકોટ સારવાર દરમિયાન મોત


SHARE









મોરબીની ગિરિરાજ સોસાયટીમાં ઘરે ઝેરી દવા પી ગયેલ પરણીતાનું રાજકોટ સારવાર દરમિયાન મોત

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ઉમા ટાઉનશીપની બાજુમાં આવેલ ગિરિરાજ સોસાયટીમાં રહેતી પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી ગઈ હતી જેથી કરીને તેને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવી હતી અને ત્યાં સારવાર દરમિયાન તે મહિલાનું મોત નિપજ્યુ છે જેથી કરીને આ બનાવવાની રાજકોટની હોસ્પિટલ દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ઉમા ટાઉનશીપની બાજુમાં આવેલ ગિરિરાજ સોસાયટીના બ્લોક નંબર ૧૭ માં રહેતા ધર્મેન્દ્રસિંહ જાડેજાના પત્ની પમાબા (૪૩) પોતાના ઘરે હતા ત્યારે ગત તા ૨૮/૩ ના રોજ સાંજે ૭:૩૦ વાગ્યાના અરસામાં ઝેરી દવા અગમ્ય કારણોસર પી ગયા હતા જેથી કરીને તેઓને તાત્કાલિક સારવાર માટે પ્રથમ મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે આ મહિલાને રાજકોટની દોશી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી જ્યાં ચાલુ સારવાર દરમિયાન મહિલાનું મોત નિપજ્યુ હતું જેથી કરીને રાજકોટની હોસ્પિટલ મારફતે આ બનાવવાની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વાલભા ચાવડા ચલાવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે

વરલી જુગાર

મોરબીના પંચાસર રોડ ઉપર વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગાની રેડ કરવામાં આવતા વરલી જુગારના આંકડા લેતા એક શખ્સ મળી આવ્યો હોય પોલીસે તેની પાસેથી ૭૦૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને આરોપી ઈકબાલભાઈ જમાલભાઈ રાઉમા જાતે સંધિ (૩૫) રહે પંચાસર રોડ સલીમ મસ્જિદ પાસે મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને રસીદ જુમાભાઈ ચૌહાણ જાતે સિપાઈ રહે. મચ્છીપીઠ ગેબનશાપીરની દરગાહની બાજુમાં મોરબી વાળાનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News