મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ ભારતના ખેડૂત નેતા રાકેશ ટીકેતની હાજરીમાં મોરબીના રવાપર ગામે યોજાશે કિસાન મહાસભા મોરબી રવાપર ચોકડી પાસેથી રોકડ રકમ મળી, જેની હોય તેણે સંપર્ક કરવો મોરબીમાં ઘરેથી ઝેરોક્ષ કરાવવા જવાનું કહીને નિકળેલ યુવતી ગુમ વાંકાનેરમાં મુખ્ય માર્ગો ઉપરના દબાણો હટાવતી પાલિકા વાંકાનેરના ચંદ્રપુરમાં સ્ટાર પ્લાઝાની 240 દુકાનો સીલ : વેપારીઓમાં રોષ,ફાયર સેફટીના અભાવે કાર્યવાહી વાંકાનેરમાં દેવદયા ટ્રસ્ટ દ્વારા ત્રાંસી આંખ માટે નિદાન કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

હળવદના ચાડધ્રા ગામે SMC ની રેડ, કરોડોનો મુદ્દામાલ જપ્ત: પગ નીચે રેલો આવતા સ્થાનિક અધિકારીઓ દોડતા !


SHARE







હળવદના ચાડધ્રા ગામે SMC ની રેડ, કરોડોનો મુદ્દામાલ જપ્ત: પગ નીચે રેલો આવતા સ્થાનિક અધિકારીઓ દોડતા !

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં બેફામ ખનીજ ચોરી કરવામાં આવે છે તે જગ જાહેર છે તેમ છતાં પણ રાજકીય આશીર્વાદ અને સ્થાનિક અધિકારીઓના આશીર્વાદ હોવાથી કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી તે હકીકત છે દરમ્યાન સ્ટેટ મોનેટરીંગ સેલની ટીમ દ્વારા શનિવારે મોડી સાંજના સમયે હળવદ તાલુકાના ચાડધ્રા ગામ પાસે રેડ કરવામાં આવી હતી ત્યારે બ્રાહ્મણી નદીમાંથી રેતી ચોરી કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતી મશીનરી તેમજ ડમ્પર સહિત કરોડો રૂપિયાનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો હતો ત્યારબાદ સુંદરીભવાની ગામની સીમમાં સ્થાનિક ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા રેડ કરવામાં આવી હતી અને ત્યાંથી ૨.૪૦ કરોડ રૂપિયાની ફાયર કલે (માટી) ખનીજની ગેરકાયદેસર ચોરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે જેથી કરીને તે બાબતે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારોની અંદર સાદી માટી, મોરમ, ફાયર કેલ, સાદી રેતી વિગેરે ખનીજની બેફામપણે ચોરી કરવામાં આવે છે અને તેના માટે થઈને સ્થાનિક રાજકીય લોકોના આશીર્વાદ તેમજ સ્થાનિક અધિકારીઓના આશીર્વાદ ખનીજ માફિયાઓને હોય છે જેથી તે બેફામ બન્યા હોય છે અને ખનીજ માફીયાઓની સામે કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી તે હકીકત છે દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને મળેલ બાતમી આધારે શનિવારે મોડી સાંજના સમયે હળવદ તાલુકાના ચાડધ્રા ગામની સીમમાં રેડ કરવામાં આવી હતી અને ત્યારે સ્થળ ઉપરથી ખનીજ ચોરી કરવા માટે તેને ઉપયોગમાં લેવામાં આવતા ત્રણ એક્વેસેટર મશીન તેમજ અંદાજે ૧૫ જેટલા ડમ્પર ત્યાં સ્થળ ઉપરથી મળી આવ્યા હતા જેથી કરીને કરોડો રૂપિયાનો મુદ્દા માલ સ્થળ ઉપરથી કબજે કરવામાં આવ્યો હતો અને આ તમામ મુદ્દા માલને હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવ્યો છે અને આ રેડની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા ખાણ ખનીજ વિભાગ તેમજ હળવદ તાલુકા પોલીસને કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે અત્રે ઉલ્લેખનીએ છે કે હળવદ તાલુકામાં બેફામ રીતે બ્રામણી નદીમાંથી જુદી જુદી જગ્યાએથી ખનીજની ચોરી કરવામાં આવે છે તેની સામે સ્થાનિક અધિકારીઓ દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા હોય છે કારણ કે ખનીજ માફીયાઓને રાજકીય આશીર્વાદ હોવાથી તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી 

જોકે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા ચાડધ્રા ગામ પાસે બ્રાહ્મણી નદીમાં રેડ કરવામાં આવ્યા બાદ મોરબીના ખાણ ખનીજ વિભાગના સ્થાનિક અધિકારીઓ દ્વારા હળવદ તાલુકાના સુંદરી ભવાની ગામની સીમમાં સર્વે નંબર ૨૫૨ વાળી જમીનમાંથી ખનીજ ચોરી કરવામાં આવી હોવા અંગેની હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ફ્લોરા હોમ્સ ખાતે રહેતા અધિકારી રવિ કિશોરભાઈ કણસાગરા (૨૮) એ સગરામભાઇ કમાભાઈ ભરવાડ અને જગદીશભાઈ સગરામભાઇ ભરવાડ નામના બે શખ્સો દ્વારા સુંદરી ભવાની ગામની સીમમાં સર્વે નંબર ૨૫૨ વાળી જમીનમાંથી અલગ અલગ ત્રણ જગ્યાએથી ફાયર કલે માટી ૧૦૬૮૪૯.૪૯ મેટ્રિક ટન માટી કાઢવામાં આવેલ છે જેનો પ્રતિ મેટ્રિક ટનનો ભાવ ૨૨૫ રૂપિયા લેખે ગણીને ૨.૪૦ કરોડથી વધુની માટીની ખનીજ ચોરી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News