ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં સગીરાનું રિક્ષામાં અપહરણ કરીને પીપળી ગામે દુષ્કર્મ આચર્યું: એક શખ્સ સામે ફરિયાદ


SHARE







મોરબીમાં સગીરાનું રિક્ષામાં અપહરણ કરીને પીપળી ગામે દુષ્કર્મ આચર્યું: એક શખ્સ સામે ફરિયાદ

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની દીકરીને મજૂરી કામ બાબતનું કામ હોવાનું કહીને બોલાવવામાં આવી હતી ત્યારબાદ રિક્ષામાં બેસાડીને તેનું અપહરણ કરવામાં આવ્યું હતું અને પીપળી ગામે લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જેથી સગીરાની માતા દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીક શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની દીકરીને મજૂરીકામ બાબતેનું કામ હોવાનું કહીને તેના ઘરની બહાર બોલાવવામાં આવી હતી ત્યારબાદ તેને રિક્ષામાં બેસાડીને તેનું અપહરણ કરવામાં આવ્યું આવ્યું હતું અને ભોગ બનેલ સગીરાના કહેવા પ્રમાણે તેને લઈ ગયા બાદ લગ્નની લાલચ આપીને પીપળી ગામે તેની સાથે ત્રણ વખત બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધવામાં આવ્યો હતો. જેથી ભોગ બનેલ સગીરાની માતાના કહેવા પ્રમાણે હાલમાં પોલીસે દિનેશભાઈ ગણેશભાઈ વાઘેલા રહે. ઇન્દીરાનગર મોરબી વાળાની સામે આઇપીસી કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬(૨) (જે) (એન) તથા પોક્સો એકટ કલમ-૫ (એલ), ૬, મુજબ ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

યુવાન સારવારમાં
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ કુબેર ટોકીઝ પાસેથી ઇજાગ્રસ્ત હાલતમાં યુવાન મળી આવ્યો હતો જેથી કરીને તેને સારવાર માટે ૧૦૮ મારફતે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર આપ્યા બાદ તે યુવાનની પૂછપરછ કરવામાં આવતા તેનું નામ મિથુન યાદવ (૨૭) હોવાનું સામે આવ્યું છે જેથી આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ યુવાનને કેવી રીતે ઇજાગ્રસ્ત થયો છે તે અંગેની આગળની વધુ તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વાલભા ચાવડા ચલાવી રહ્યા છે






Latest News