મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

મોરબીમાં લોનના બહાને યુવાનને હનીટ્રેપમાં ફસાવીને રૂપિયા પડાવવાના કાવતરામાં વધુ એક આરોપીની ધરપકડ


SHARE









મોરબીમાં લોનના બહાને યુવાનને હનીટ્રેપમાં ફસાવીને રૂપિયા પડાવવાના કાવતરામાં વધુ એક આરોપીની ધરપકડ

હળવદ તાલુકાનાં જુના દેવળીયા ગામે રહેતા યુવાનને કાર લોન માટે મહિલા અવાર-નવાર ફોન કરતી હતી અને ત્યાર બાદ તેને હનીટ્રેપમાં ફસાવવા માટેનું કાવતરું કરવામાં આવ્યું હતું અને યુવાનને ફોન કરીને દસ લાખ રૂપિયાની માંગણી કરી હતી જે ગુનામાં અગાઉ ચાર આરોપીને પકડવામાં આવ્યા હતા અને હાલમાં આ ગુનામાં વધુ એક આરોપીને પકડવામાં આવેલ છે અને તેને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં અવલે છે.

હળવદ તાલુકાનાં જુના દેવળીયા ગામે રહેતા કૃણાલભાઇ વિનોદભાઇ અઘારા જાતે પટેલ (૨૪)ને હનીટ્રેપમાં ફ્સાવવા માટેનો કારસો રચવામાં આવ્યો હતો અને ત્યારે એક મહિલા દ્વારા રાજકોટ દ્વારકેશ ઓટોલીંક નામની ફાયનાન્સ પેઢીમાંથી લોન માટે ફોન કરવામાં આવતા હતા અને ત્યાર બાદ શ્યામ રબારી નામના કોઈ શખ્સે તેના ફોન ઉપર ફોન કરીને કહ્યું હતું કે મારી પત્ની સાથે કેમ વાત કરે છે તેવું કહીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ઘરેથી ઉપાડી જઇ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી ત્યારે બાદ યુવાન પાસેથી સમાધાન માટે દસ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી આ યુવાનને પહેલા મહિલાએ સામેથી ફોન કર્યો ત્યાર બાદ તેનો પતિ હોવાનું કહીને એક શખ્સે ધમકીઓ આપી હતી અને પછી જયદીપસિંહ મહેન્દ્રસિંહ જાડેજા અને રવીભાઇ દીલીપભાઇ ખટાણાએ શ્યામ રબારી સાથે સમાધાનની વાત કરીને રૂપીયા દસ લાખ આપવાના હતા તે અમે આપી દીધા છે તેવી કહીને યુવાન પાસેથી દસ લાખ રૂપિયાની માંગણી કરી હતી.

જેથી ફરિયાદી યુવાને પોતાનો મોબાઇલ ફોન બંધ કરી દીધો હતો જેથી કરીને જયદીપસિંહ મહેન્દ્રસિંહ જાડેજા તેમજ રવીભાઇ દીલીપભાઇ ખટાણાએ ફરિયાદીના પિતાના મોબાઇલ ફોન પર ફોન કરી તમારા દિકરાનુ સમાધાન કરાવેલ છે તેના દસ લાખ રૂપિયા તમારે આપવા પડશે નહીતર તમારા દિકરાને ઘરેથી ઉપાડી જઇ મારી નાંખશુ તેવી ધમકી આપી હતી અને બાદમાં જેતપર ગામે આવેલ તેની દુકાને પણ પહોચ્યા હતા જેથી યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે અગાઉ જયદીપસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, રવીભાઇ દીલીપભાઇ ખટાણા, મયુર ગોવિંદભાઇ ખટાણા અને બિનલબેન દોશી નામના ચાર આરોપીની ધરપકડ કરી હતી જો કે, શ્યામ રબારીના નામે ફોન કરનારા શખ્સને પકડવા માટે તજવીજ ચાલુ હતી અને હાલમાં આ ગુનામાં ધવલ ઉર્ફે શ્યામ રબારી રાજુભાઇ પરમાર (૨૧) રહે. ચોટીલા વાળાની પીએસઆઈ એસ.એન. સગારકા અને રાઇટર વિજયભાઇ સવસેટા દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

મારામારીમાં ઇજા

મોરબી નજીકના નાનીવાવડી ગામે રહેતા દિનેશભાઈ ભવાનભાઈ ઉભડીયા (૩૩) નામના યુવાનને ગામમાં આવેલ દશામાના મંદિર પાસે મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં યુવાનને સારવાર આપ્યા બાદ હોસ્પિટલ મારફતે આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવવાની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એન.જે. ખડીયા ચલાવી રહ્યા છે.




Latest News