મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

મોરબીમાં વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાન રાજકોટ ખસેડાયો


SHARE









મોરબીમાં વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાન રાજકોટ ખસેડાયો

મોરબીના આલાપ રોડ ઉપર આવેલ શિવ સૃષ્ટિ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રકાશભાઈ તનવીરભાઈ દરજી નામના ૨૯ વર્ષના યુવાનને લીલાપર રોડ ઉપર વાહન અકસ્માતના બનાવમાં ઈજા પહોંચી હતી જેથી તેને અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જ્યાં રાબેતા મુજબ પાટાપિંડીની પ્રાથમિક સારવાર કરીને રાબેતા મુજબ વધુ સારવાર માટે તેને રાજકોટ ખસેડવામાં આવ્યો હતો બનાવ સંદર્ભે જાણ થયેલી હોય એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ આ અંગે નોંધ કરીને આગળની તપાસ શરૂ કરેલ છે.જ્યારે વાહન અકસ્માતનો બીજો બનાવ મોરબી નજીકના શનાળા ગામ પાસે બન્યો હતો જેમા શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સોઓરડીમાં રહેતા મુક્તાબેન ગોરધનભાઈ ઝીંઝુવાડીયા નામના ૪૦ વર્ષીય મહિલાને પણ વાહન અકસ્માતમાં ઈજા થયેલી હોય તેઓને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જેથી આ બનાવ અંગે પણ એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.

ઈજાગ્રસ્ત યુવાન સારવારમાં

મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર વિસ્તારમાં રહેતા ગોવિંદભાઈ દિનેશભાઈ અદગામા નામના ૨૭ વર્ષના યુવાને તેના ઘરે અગાસીથી નીચે કૂદકો મારતા તેના પત્ની આશાબેન દ્વારા તેને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો બનાવને પગલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા નોંધ કરી આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે. તેમજ મૂળ ઉત્તરપ્રદેશના મહારાજગંજના બંસલપુર ગામે રહેતા ઋષિકેશભાઇ વિક્રમભાઈ ખુદ નામના યુવાનને વાહન અકસ્માતમાં ઇજા થતા અત્રે આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. મોરબીના વાંકાનેર હાઇવે ઉપર મકનસર અને ઢુવા વચ્ચે બંધુનગર ગામે સીએનજી પમ્પ પાસે બાઈક અને કાર અકસ્માત સર્જાયો હતો જેમાં ઇજા થતાં ઋષિકેશભાઈને હાલ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.

બાઈકમાંથી પડી જતા ઇજા

મોરબીના કેનાલ રોડ ઉપર આવેલ વનરાજ ટાઇલ્સ નજીકની તેજાણીની વાડી વિસ્તારમાં રહેતા વાલજીભાઈ નરસીભાઈ પરમાર નામના ૩૨ વર્ષના યુવાનને ઘર નજીક બાઇકમાં જતા સમયે બાઇકમાંથી અકસ્માતે નીચે પડી જતા ઇજાગ્રસ્ત હાલતમાં અત્રે મધુરમ હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો બનાવને પગલે જાણ થતાં એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.ફુલતરીયા દ્વારા નોંધ કરી આગળની તપાસ હાથ ધરાયેલ છે.




Latest News