મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

હળવદમાં રિપેરિંગમાં આપેલ મશીન લેવા આવેલા શખ્સને બેસવાનું કહેતા દુકાનદારને પાઇપ-ધોકા વડે માર માર્યો


SHARE









હળવદમાં રિપેરિંગમાં આપેલ મશીન લેવા આવેલા શખ્સને બેસવાનું કહેતા દુકાનદારને પાઇપ-ધોકા વડે માર માર્યો

હળવદમાં ડીલક્ષ ઓટો રિપાવરિંગ નામની દુકાન ધારવતા યુવાનને ત્યાં આરોપી તેના બાઈકનું મશીન લેથ કામ કરવા માટે મૂકી ગયો હતો અને તે જ્યારે લેવા માટે આવ્યો ત્યારે પાંચ મિનિટ બેસવાનું કહ્યું હતું જે બાબતે તે ઉસકેરાઈ જઈને તેણે ગાળો આપી હતી અને બાદમાં બપોરના સમયે પ્લાસ્ટિકના પાઇપ અને પાવડાના ધોકા વડે બે શખ્સોએ તે યુવાનને માર માર્યો હતો અને છરી મારી દેવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદના ધાંગધ્રા રોડ ઉપર આવેલ ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા પ્રિયંકભાઈ પ્રકાશભાઈ કુંડારીયા જાતે પટેલ (૨૪)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં ઇમરાનભાઈ ઉર્ફે ઈમુ ઈસુભાઈ રહે. હળવદ તથા તેની સાથે આવેલા બે શબ્દોની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે હળવદ ખાતે ઢવાણીયા દાદાના મંદિરની બાજુમાં આવેલ શિવ કોમ્પલેક્ષમાં ડીલક્ષ ઓટો રિપાવરિંગ નામની તેની દુકાન આવેલ છે ત્યાં આરોપી ઈમરાનભાઈ ગત તા. ૧૧/૪ ના રોજ બાઈકનું મશીન લેથ કામ કરવા માટે મૂકી ગયેલ હતા અને ગઈકાલે સવારે તે મશીન લેવા માટે આવ્યા ત્યારે ફરિયાદીએ તેને પાંચ મિનિટ બેસવા માટે થઈને કહ્યું હતું જેથી તે ઉશ્કેરાઈ ગયા હતા અને તેણે ગાળો આપીને આરોપી ત્યાંથી ચાલ્યો ગયો હતો બાદમાં બપોરે એકાદ વાગ્યાના અરસામાં ઇમરાનભાઈ અને તેની સાથે બે અજાણ્યા શખ્સો તેની દુકાને આવ્યા હતા અને ત્યારે પ્લાસ્ટિકના પાઇપ અને પાવડાના ધોકા વડે તેને માર માર્યો હતો આટલું જ નહીં પરંતુ તેની સાથે આવેલ ત્રીજો શખ્સ છરી મારી દો, છરી મારી દો તેમ કહેતો હતો અને ગાળો આપતો હતો જેથી હાલમાં ભોગ બનેલા યુવાન દ્વારા સારવાર લીધા બાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બિયારનું ટીન

મોરબી તાલુકાના બગથળા ગામે પાણીના ટાંકા પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી બિયરનું એક ટીન મળી આવ્યું હતું જેથી પોલીસે સો રૂપિયાની કિંમતનું બિયરનું ટીન કબજે કરીને નરેશભાઈ લાભુભાઈ સરવૈયા જાતે કોળી (૩૦) રહે. પાણીના ટાંકા પાસે બગથળા વાળાની ધરપકડ કરેલ છે




Latest News