મોરબીના પીપળી ગામે રહેણાંક મકાનમાંથી દારૂ-બિયરની ૭૫ બોટલ મળી, આરોપીની શોધખોળ શરૂ મોરબીમાં તા.૨૦ ના પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વિનામૂલ્યે મેડિકલ કેમ્પનું આયોજન,નવરંગ નેચરલ કલબ દ્વારા કાલે ખેડુતહાટ યોજાશે મોરબી જિલ્લા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની કાલે વવાણિયા ગામે કાર્યકર્તા શિબિર યોજાશે દીકરી એ જ દેશનું ભવિષ્યના સંદેશ સાથે મોરબીમાં યોજાશે છાત્રા સંમેલન મોરબી શહેર, માળીયાના જૂના દેવગઢ અને વાંકાનેરના કોટડાનાયાણી ગામે જુગારની 4 રેડમાં 3  મહિલા સહિત કુલ 24 પકડાયા હળવદ: ભત્રીજાના લગ્ન માટે ઉછીના રૂપિયા પાછા આપવાની ચિંતામાં ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત ટંકારાના મિતાણા નેકનામ રોડે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનનું મોત વાંકાનેરમાંથી દારૂનો જથ્થો ભરેલ બોલેરો ગાડી સાથે એક પકડાયો, 4.09 લાખનો મુદ્દામાલ કબજે
Breaking news
Morbi Today

મોરબીમાં આજે વીજ સલામતી અને ઉર્જા બચતની જાગૃતિ માટે રેલી યોજાઇ


SHARE





મોરબીમાં આજે વીજ સલામતી અને ઉર્જા બચતની જાગૃતિ માટે રેલી યોજાઇ

આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી નિમિત્તે સમગ્ર દેશમાં “આઝાદી કા અમૃત મહોત્સવ” ની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી રહી છે. જે અંતર્ગત પીજીવીસીએલ મોરબી દ્વારા આઝાદી ના ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે આજે તા ૧૫/૯ ના રોજ વીજ સલામતી અને ઉર્જા બચતની જાગૃતિ કેળવવા તથા ખરા અર્થમાં સલામતી અને ઉર્જા બચત નો સંદેશ છેવાડાના ગ્રાહક સુધી પહોચાડવા અને અવગત કરાવવા પીજીવીસીએલ મોરબી દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી પીજીવીસીએલના અધિકારીઓએ અને કર્મચારીઓ તેમાં જોડાયા હતા અને સલામતી તથા ઉર્જા બચત અંગેના બેનર સાથે પેમ્ફલેટનું વિતરણ જન જાગૃતિ રેલીમાં કરવામાં આવ્યું હતું આ રેલી સામાકાંઠે પીજીવીસીએલ કમ્પાઉન્ડ થી ગેંડા સર્કલ, નગર દરવાજા ચોક, રવાપર રોડ, નવા બસ સ્ટેશન, શનાળા રોડ અને ભકિતનગર સર્કલ સુધી ગઈ હતી અને ત્યાં રેલીને પૂરી કરવામાં આવી હતી




Latest News