મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

હળવદના નવા ઇસનપુર ગામે ખેતી કામ માટે પત્નીએ વહેલી સવારે જગાડતા થયેલ બોલાચાલી બાદ યુવાનને અંતિમ પગલુ ભરી લેતા મોત


SHARE









હળવદના નવા ઇસનપુર ગામે ખેતી કામ માટે પત્નીએ વહેલી સવારે જગાડતા થયેલ બોલાચાલી બાદ યુવાનને અંતિમ પગલુ ભરી લેતા મોત

હળવદ તાલુકાના નવા ઇસનપુર ગામે ખેતીમાં મજૂરી કામ કરતા યુવાનને તેની પત્નીએ વહેલી સવારે ખેતરમાં કામ કરવા માટે ઉઠાવ્યો હતો અને ત્યારે તે બાબતે બંને પતિ પત્ની વચ્ચે બોલાચેલી થઈ હતી જે બાબતે લાગી આવતા યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના નવા ઇસનપુર ગામે જાદવજીભાઈ કરસનભાઈ પરમાર જાતે દલવાડીની વાડીએ રહેતા અને ખેતીમાં મજૂરી કામ કરતા જુવાનસિંહ નરસિયાભાઈ રાઠવા જાતે આદિવાસી (૪૦) નામના યુવાને વાડીએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટેની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી. વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે ગઈકાલે વહેલી સવારે ખેતરમાં કામ કરવા માટે થઈને મૃતક યુવાનને તેની પત્નીએ પરણે જગાડ્યો હતો જેથી કરીને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ મૃતક યુવાનને લાગી આવતા તેણે પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો હાલમાં હળવદ તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News