દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા
Breaking news
Morbi Today

મોરબીમાં શનિવારે સરદારધામ દ્વારા આયોજીત જીપીબીએસ-૨૪ એકસપો અંતર્ગત કેન્દ્રીયમંત્રી પરશોતમ રૂપાલાની હાજરીમાં મીટીંગનું આયોજન


SHARE









મોરબીમાં શનિવારે સરદારધામ દ્વારા આયોજીત જીપીબીએસ-૨૪ એકસપો અંતર્ગત કેન્દ્રીયમંત્રી પરશોતમ રૂપાલાની હાજરીમાં મીટીંગનું આયોજન

સરદારધામ દ્વારા આયોજીત જીપીબીએસ-૨૪ એકસપો આગામી તા. ૭-૮-૯-૧૦ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ ચાર દિવસ માટે સૌરાષ્ટ્રનું હબ એટલે કે રાજકોટ ખાતે યોજાનાર છે જેમા ૧૦૦૦ થી વધુ વિદેશી ગ્રાહકો અને ખાસ કરીને ઘડીયાલ, પોલીપેક, પેપર, લેમીનેટસ, સિરામીક અને બિલ્ડીંગ મટીરીયલ્સની સાથે અન્ય પ્રોડકટને ફોકસ પ્રોડકટ તરીકે વિદેશમા પ્રમોસન કરીને વિદેશી ગ્રાહકો આ એક્સપોમા મુલાકાતે આવશે ત્યારે આપણા ઘર આંગણે આવુ ભવ્ય એકસપોનુ આયોજન થઇ રહ્યુ છે ત્યારે આગામી તા.૬-૫ ને શનિવારે સાંજે ૫ કલાકે મોરબીના શનાળા રોડ સ્કાયમોલના ૩ જા માળ

ખાતે તેનો પ્રમોશન કાર્યક્રમ પરશોત્તમ રૂપાલા (મંત્રી, મત્સ્યપાલન પશુપાલન અને ડેરી મંત્રાલય, ભારત સરકાર) ના અધ્યક્ષ સ્થાને યોજાનાર છે.ત્યારે મોરબીના તમામ ઉધોગકારોને તમામ ભાગીદાર સહિત આ પ્રમોશન કાર્યક્રમમા ઉપસ્થિત રહેવા સરદારધામે ભાવભર્યુ આમંત્રણ પાઠવેલ છે.મોરબીના સિરામિક ઉત્પાદનને એક્સપોર્ટમા ગતિ મળે તે માટે સ્પેશ્યલ પ્રમોશન કરવામા આવશે ત્યારે સર્વે ઉદ્યોગકારો આ કાર્યક્રમમા હાજરી આપે તેવી અપીલ ટીમ જીપીબીએસ-૨૪ અને સમસ્ત ટ્રસ્ટીગણ સરદારધામે કરેલ છે.




Latest News