મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મના ગુના પકડાયેલ આરોપી મુસ્તુફા દલવાણી જેલ હવાલે


SHARE









મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મના ગુના પકડાયેલ આરોપી મુસ્તુફા દલવાણી જેલ હવાલે

મોરબીના રવાપર રોડ ઉપરની ગારમેન્ટની દુકાનમાં કામ કરતાં શખ્સે સગીરાનો સોશયલ મીડિયાથી સંપર્ક કર્યો હતો અને ત્યાર બાદ સતત તેના સંપર્કમાં રહીને સગીરાને તે શખ્સ જે દુકાનમાં કામ કરતો હતો ત્યાં ચેન્જ રૂમમાં લઈ જઇને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતુ તેમજ રવાપર પાસે આવેલ ફુડ કાફેમા લઈ જઈને ત્યાં બોક્સમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું અને સગીરાના આપતીજનક ફોટા પાડી લીધા હતા જે વાયરલ કરવાની અને તેની માતાને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી સગીરાની માતાએ એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને આરોપીને કોર્ટમાં રજૂ કરીને હાલમાં આરોપીને મોરબી સબ જેલ હવાલે કરેલ છે

મોરબીમાં સોશ્યલ મીડિયાને લઈને મારા મારી, હુમલ સહિતના બનાવો સામે આવ્યા છે ત્યારે હાલમાં સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરતાં બાળકોના વાલીઓ માટે ચિંતાજનક કિસ્સો સામે આવેલ છે ત્યારે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતી સગીરા સાથે દુષ્કર્મ આચારવામાં આવ્યું હોય સગીરાની માતા દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ખાતે મુસ્તુફા દલવાણી સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતુ કે, મોરબીના રવાપર રોડ ઉપર આવેલા ગારમેન્ટની દુકાનમાં આરોપી મુસ્તુફા દલવાણી કામ કરે છે અને સોશ્યલ મીડિયાથી તેની દીકરીનો સંપર્ક કરીને તેની દીકરીને આરોપી જે દુકાનમાં કામ કરતો હતો ત્યાં બોલાવીને દુકાનના ચેન્જ રૂમમાં ફરિયાદીની સગીર દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હતું અને તેના ફોટો પડી લીધા હતા જેને વાયરલ કરવાની તેમજ સગીરાની માતાને મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી અને તેને રવાપર ગામ પાસે આવેલ ફૂડ એન્ડ જોય નામના કાફેમાં આવેલ બોક્સમાં પણ સગીરા સાથે આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું જેથી સગીરાની માતાએ નોંધાવેલ ફરિયાદ આધારે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો અને મહિલા પીએસઆઈ પી.આર. સોનારા અને તેની ટિમ દ્વારા આ ગુનામાં આરોપી મુસ્તુફા સાજીદભાઈ દલવાણી જાતે સંધિ મુસ્લિમ (૧૯) રહે. મધર ટેરેસ ડેલાની સામે ભવાની સોડા વાળી શેરી કાલિકા પ્લોટ રવપર રોડ મોરબી વાળાની ધરપકડ કરેલ હતી અને આ આરોપીને કોર્ટમાં રજૂ કરીને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે




Latest News